Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૅરેજ-ફંક્શનમાં હાજરી આપવા સલમાન અને શાહરુખ ખાન પહોંચ્યા દિલ્હી

મૅરેજ-ફંક્શનમાં હાજરી આપવા સલમાન અને શાહરુખ ખાન પહોંચ્યા દિલ્હી

Published : 06 April, 2026 10:38 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને સ્ટાર્સ ભારે સુરક્ષા વચ્ચે કાર્યક્રમમાં આવ્યા હતા

સલમાન અને શાહરુખે દુલ્હા-દુલ્હન સાથે તસવીરો ક્લિક કરાવી

સલમાન અને શાહરુખે દુલ્હા-દુલ્હન સાથે તસવીરો ક્લિક કરાવી


શનિવારે જાણીતી મીડિયા પર્સનાલિટી રજત શર્માની દીકરીનાં લગ્ન હતાં. આ ખાસ પ્રસંગે રજત શર્માએ દિલ્હીમાં ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું જેમાં બૉલીવુડથી લઈને રાજકારણ સુધીના અનેક જાણીતા લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સલમાન ખાન અને શાહરુખ ખાને ખાસ દિલ્હી જઈને ફંક્શનમાં હાજરી આપી હતી. આ સમયે સલમાન સાથે બહેન અર્પિતા ખાન અને બનેવી આયુષ શર્મા હાજર હતાં. શાહરુખે આ ફંક્શનમાં તેની મૅનેજર પૂજા દાદલાણી સાથે હાજરી આપી હતી.

સલમાન અને શાહરુખે દુલ્હા-દુલ્હન સાથે તસવીરો ક્લિક કરાવી. બન્ને સ્ટાર્સ ભારે સુરક્ષા વચ્ચે કાર્યક્રમમાં આવ્યા હતા અને તેમની હાજરીને કારણે સમગ્ર વેન્યુ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 10:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK