Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાને રક્ષાબંધનની ઉજવણી પછી હોંશેહોંશે ફોટોગ્રાફર્સને બતાવ્યો રાખડી બાંધેલો હાથ

સલમાને રક્ષાબંધનની ઉજવણી પછી હોંશેહોંશે ફોટોગ્રાફર્સને બતાવ્યો રાખડી બાંધેલો હાથ

Published : 30 August, 2026 12:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાને લાઇમલાઇટથી દૂર રહીને પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સેલિબ્રેશન પછી તે બહેન અલ્વિરા અગ્નિહોત્રીના ઘરેથી પોતાની બહેનો અર્પિતા ખાન અને અલ્વિરા સાથે બહાર નીકળતો જોવા મળ્યો હતો.

સલમાને રક્ષાબંધનની ઉજવણી પછી હોંશેહોંશે ફોટોગ્રાફર્સને બતાવ્યો રાખડી બાંધેલો હાથ

સલમાને રક્ષાબંધનની ઉજવણી પછી હોંશેહોંશે ફોટોગ્રાફર્સને બતાવ્યો રાખડી બાંધેલો હાથ


સલમાન ખાને લાઇમલાઇટથી દૂર રહીને પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સેલિબ્રેશન પછી તે બહેન અલ્વિરા અગ્નિહોત્રીના ઘરેથી પોતાની બહેનો અર્પિતા ખાન અને અલ્વિરા સાથે બહાર નીકળતો જોવા મળ્યો હતો. કપાળ પર તિલક અને હાથમાં રાખડી પહેરેલી તેની આ ઝલક ફૅન્સ માટે કંઈક અલગ હતી. આ સમયે સલમાન એકદમ રિલૅક્સ્ડ મૂડમાં જોવા મળ્યો હતો અને સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વિડિયોમાં સલમાન ફોટોગ્રાફર્સ સામે રાખડીઓ ફ્લૉન્ટ કરતો જોવા મળી રહ્યો હતો. આ સેલિબ્રેશન વખતે સલમાને મરૂન રંગનું ટી-શર્ટ, બ્લુ જીન્સ અને સ્ટાઇલિશ કાઉબૉય હૅટ પહેરી હતી અને તેની આ સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 12:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK