સલમાન ખાને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબના સારા પ્રદર્શન બદલ ઍક્ટ્રેસને સોશ્યલ મીડિયામાં અભિનંદન આપ્યાં
સલમાનનું આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવ્યું છે
પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બહુ સારો દેખાવ કરી રહી છે. હાલ એ પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા સ્થાને છે. ટીમના આ ધમાકેદાર પ્રદર્શન બદલ સલમાન ખાને સોશ્યલ મીડિયામાં પ્રીતિ ઝિન્ટાને શુભેચ્છા આપી છે. સોશ્યલ મીડિયામાં સલમાને લખ્યું છે, શાબાશ ઝિન્ટા, અભિનંદન ઝિન્ટા; ટીમ ખૂબ સારું રમી રહી છે. સલમાન અને પ્રીતિ લાંબા સમયથી મિત્રો છે અને તેમની આ મિત્રતા આજે પણ જળવાઈ રહી છે.
સલમાનનું આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવ્યું છે. ફૅન્સે આ ટ્વીટની સરખામણી સલમાનની ૨૦૧૪માં કરેલી જૂની પોસ્ટ સાથે કરી જેમાં તેણે પૂછ્યું હતું કે ‘ઝિન્ટાની ટીમ જીતી કે શું?’ સોશ્યલ મીડિયા પર યુઝર્સે તેને 12 વર્ષ પછી આવેલી બેસ્ટ સીક્વલ ગણાવી છે.
