બૉલીવુડના લોકો જ્યારે દિવાળીની પાર્ટી કરવામાં મશગૂલ હતા એ સમયે સારા અલી ખાન ફરી કેદારનાથના શરણે પહોંચી ગઈ હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બૉલીવુડના લોકો જ્યારે દિવાળીની પાર્ટી કરવામાં મશગૂલ હતા એ સમયે સારા અલી ખાન ફરી કેદારનાથના શરણે પહોંચી ગઈ હતી. ગઈ કાલે શિયાળા માટે કેદારનાથ ધામનાં કપાટ બંધ થયાં હતાં અને એ પહેલાં જ સારા ત્યાં પહોંચી ગઈ હતી. અવારનવાર બાબા કેદારનાથનાં દર્શન માટે જતી સારા માટે આ જગ્યા ખાસ છે, કારણ કે અહીં જ તેણે પોતાની સૌપ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટિંગ કર્યું હતું. ૨૦૧૮માં આવેલી આ ફિલ્મમાં સારાનો હીરો સુશાંત સિંહ રાજપૂત હતો.

ADVERTISEMENT
સારાએ બુધવારે સોશ્યલ મીડિયા પર કેદારનાથની લેટેસ્ટ યાત્રાની તસવીરો પોસ્ટ કરીને લખ્યું હતું : જગતમાં આ એક જ એવી જગ્યા છે જે સંપૂર્ણપણે પરિચિત હોવા છતાં દરેક વખતે મને આશ્ચર્યચકિત કરી મૂકે છે. મારા મનમાં માત્ર કૃતજ્ઞતા છે. મારી પાસે જે છે અને હું જે છું એના માટે ખૂબ ખૂબ આભાર.


