પોતાની કરીઅરને કારણે હાલમાં પ્રતીક સુરત નથી, પણ ઉત્તરાયણે તેણે પોતાના શહેરને યાદ કર્યું છે
પ્રતીક ગાંધીએ મુંબઈમાં પતંગ ચગાવી
‘સ્કૅમ 1992’થી લોકપ્રિયતા મેળવનારા પ્રતીક ગાંધીનું ગુજરાત કનેક્શન બહુ મજબૂત છે. પ્રતીકનો જન્મ અને ઉછેર સુરતમાં થયો છે. પોતાની કરીઅરને કારણે હાલમાં પ્રતીક સુરત નથી, પણ ઉત્તરાયણે તેણે પોતાના શહેરને યાદ કર્યું છે. પ્રતીકે તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર તેનો અને પત્ની ભામિની ઓઝાનો પતંગ ચગાવતો વિડિયો શૅર કર્યો છે અને સાથે મેસેજ પણ લખ્યો છે. પ્રતીકે લખ્યું છે : ‘જો વર્ષના આ સમયગાળામાં હું સુરતમાં ન હોઉં તો મને ફીઅર ઑફ મિસિંગ આઉટ (FOMO)ની લાગણી સતાવવા લાગે છે. જોકે હું એ ભૂલી ગયો કે હું મારી અંદર એક આખું સુરત લઈને જીવું છું. અમે પણ અમારી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી.’