આ ફિલ્મ એક એવા પરિવારની વાર્તા દર્શાવે છે જેમાં તેમની દીકરીને એક અજાણી વ્યક્તિના કાળો જાદુ કરી વશમાં કરવામાં આવે છે. જાનકીએ ગુજરાતી ફિલ્મમાં પુત્રી આર્યાની ભૂમિકા ભજવી હતી અને હિન્દી સંસ્કરણમાં તેનું નામ જાહ્નવી હતું.
અજય દેવગણ અને વશ લેવલ 2
ઢોલિવૂડ ફિલ્મ ‘વશ’ લેવલ 2’ બૉક્સ ઑફિસ પર ખૂબ જ સારા પ્રદર્શન સાથે લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. ‘વશ’ના પહેલા ભાગની બૉલિવૂડમાં રિમેક ‘શૈતાન’ બની હતી, જેમાં અભિનેતા અજય દેવગણ અને આર. માધવન સાથે જાનકી બોડીવાલા જ લીડ રોલમાં હતી. હવે ફિલ્મના બીજા ભાગને ગુજરાતી સાથે હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યો છે. ‘વશ’ લેવલ 2 ફિલ્મની સફળતા માટે હવે અજય દેવગણે પણ શુભેચ્છાઓ પાઠવી છે.
સાયકોલૉજિકલ હૉરર થ્રિલર ફિલ્મ ‘વશ લેવલ 2’ લોકો તરફથી સારો રિસ્પોન્સ અને સારી બૉક્સ ઑફિસ કમાણી મેળવવામાં સફળ રહી છે, જેથી ફિલ્મે વર્ષની સૌથી અપેક્ષિત ગુજરાતી ફિલ્મોમાંની એક તરીકે તેનું સ્થાન ફરીથી સ્થાપિત કર્યું છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મનું નિર્માણ કૃણાલ સોની અને કલ્પેશ સોની દ્વારા કરવામાં આવ્યું છે, અને તેમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેન કુમાર સહિતની સ્ટાર કાસ્ટ મુખ્ય ભૂમિકાઓમાં છે.
ADVERTISEMENT
આ આકર્ષક સિક્વલ તેના પહેલા ભાગ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘વશ’ની વાર્તાને આગળ વધારે છે. ‘વશ લેવલ 2’ ની સફળતાની ઉજવણી કરતા, અભિનેતા અજય દેવગણે સોશિયલ મીડિયા પર પોતાની શુભેચ્છાઓ આપી છે. તેણે લખ્યું: “સારા સિનેમા ખૂબ આગળ વધી રહ્યા છે, કૃષ્ણદેવ યાજ્ઞિક, કુમાર મંગત પાઠક અને ‘વશ વિવશ લેવલ 2’ની આખી ટીમને શુભકામનાઓ. ફરી એકવાર ચમકવા બદલ જાનકી બોડીવાલાને ખાસ અભિનંદન.” શક્તિશાળી પ્રદર્શન, રોમાંચક વાર્તા અને શાનદાર અમલીકરણ સાથે, ‘વશ લેવલ 2’ સાબિત કરે છે કે પ્રાદેશિક સિનેમા ક્રિએટિવ બાઉન્ડ્રીને આગળ ધપાવી અને દૂર દૂર સુધી દર્શકો સાથે જોડ રાખવું શક્ય છે.
View this post on Instagram
વશની વાર્તા
આ ફિલ્મ એક એવા પરિવારની વાર્તા દર્શાવે છે જેમાં તેમની દીકરીને એક અજાણી વ્યક્તિના કાળો જાદુ કરી વશમાં કરવામાં આવે છે. જાનકીએ ગુજરાતી ફિલ્મમાં પુત્રી આર્યાની ભૂમિકા ભજવી હતી અને હિન્દી સંસ્કરણમાં તેનું નામ જાહ્નવી હતું. ‘શૈતાન’ 8 માર્ચ, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેણે વિશ્વભરમાં 211 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
‘વશ’ માટે જાનકીને મળ્યો નેશનલ અવૉર્ડ
ઐતિહાસિક ક્ષણમાં સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘વશ’ છવાઈ ગઈ હતી. ‘વશ’ જેની પાછળથી હિન્દી થ્રિલર ‘શૈતાન’ નામથી રિમેક કરવામાં આવી હતી, તેણે 1 ઑગસ્ટ 2025ના રોજ દિલ્હીમાં જાહેર કરાયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બે મુખ્ય પુરસ્કારો મેળવ્યા હતા. આ ફીચર ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું અને ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાને ‘બેસ્ટ સપોર્ટિંગ ઍકટ્રેસ’ (શ્રેષ્ટ સહાયક અભિનેત્રી)નો પુરસ્કાર જાહેર થયો હતો.

