Shilpa Shetty Restaurant: અમ્મકાઈ નામની નવી દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટ ખુલવા જઈ રહી છે. આ ઉપરાંત બાસ્ટિયન દ્વારા જુહુમાં બાસ્ટિયન બીચ ક્લબ નામનું એક નવું આઉટલેટ ખોલવાનું છે.
બિઝનેસ પાર્ટનર શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને રણજીત બિન્દ્રા
તાજતેરમાં જ શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં બાસ્ટિયન બાંદરા (Shilpa Shetty Restaurant)ના બંધ થવાના સમાચાર વહેતા થયા હતા. સોશિયલ મીડિયામાં પણ ન્યુઝ ફેલાયા હતા. જોકે હવે શિલ્પાએ પોતે જણાવી દીધું છે કે તેણે બાસ્ટિયન બાંદરા બંધ નથી કરી. આમ કહીને તેણે એક પોસ્ટ દ્વારા બાસ્ટિયન બાંદ્રા બંધ થવાની તમામ અફવાઓને નકારી કાઢી હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે- "ના, હું બાસ્ટિયન બંધ નથી કરી રહી"
રિપોર્ટ પ્રમાણે બાસ્ટિયન બાંદરા (Shilpa Shetty Restaurant) કાયમી ધોરણે બંધ થઈ રહ્યું નથી. પરંતુ શિલ્પા શેટ્ટીની સહ-માલિકીની મુંબઈની આ રેસ્ટોરાં નવીનીકરણ માટે થોડો બ્રેક લઇ રહી છે. આ જ વિષે વિગતે જણાવવા માટે શિલ્પા શેટ્ટી અને સહ-માલિક રણજીત બિન્દ્રા (બાસ્ટિયન હોસ્પિટાલિટીના સીઇઓ અને સ્થાપક)એ ઇન્સ્ટાગ્રામ પર રસપ્રદ માહિતી શેર કરી હતી. તેમાં જણાવાયું છે કે બાસ્ટિયન બાંદરા તેના દરવાજા બંધ કરી રહ્યું છે ત્યારે તે અમ્મકાઈ નામની નવી દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટ ખુલવા જઈ રહી છે. આ ઉપરાંત બાસ્ટિયન દ્વારા જુહુમાં બાસ્ટિયન બીચ ક્લબ નામનું એક નવું આઉટલેટ ખોલવાનું છે.
ADVERTISEMENT
View this post on Instagram
તમને જણાવી દઈએ કે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં શિલ્પા શેટ્ટીની નવી રેસ્ટોરાં (Shilpa Shetty Restaurant) ખુલવાની છે તેનું નામ અમ્મકાઈ રાખવામાં આવનાર છે. બાંદરા વેસ્ટમાં લિંકિંગ રોડ પર હાલ જ્યાં બાસ્ટિયન રેસ્ટોરાં છે ત્યાં જ આ નવું રેસ્ટોરાં હશે. હવે વાત કરીએ અહીં શું મળશે તેની. મીડિયા રિપોર્ટ અનુસાર અમ્મકાઈ રેસ્ટોરાંમાં મેંગ્લોરિયન વાનગીઓ એટલે જ કે દક્ષિણ ભારતીય ભોજન પીરસવામાં આવશે.
તમને જણાવી દઈએ કે શિલ્પા મૂળ મેંગ્લોરમાં જન્મી હતી. અને અવનારવાર તે તેના વતનને ગૌરવને આપવાવા માટે પ્રયાસ કરતી જોવા મળે છે. તાજેતરમાં જ તેણે આ નવી રેસ્ટોરાં વિષે માહિતી આપતાં જણાવ્યું કે, "બાસ્ટિયન બાંદરા એ બાસ્ટિયન હોસ્પિટાલિટી નામના અમારા વિશાળ વૃક્ષનું મૂળ હતું, જેમ એક વૃક્ષ પર નવા ફળો ખીલે છે. તેમ હવે અમારું પ્રિય બાંદ્રા રેસ્ટોરન્ટ હવે અમ્માકાઈ (દક્ષિણ ભારતીય મેંગ્લોરિયન પકવાનો) નામની નવી રેસ્ટોરાં માટે માર્ગ કરી રહી છે."
બાસ્ટિયન હોસ્પિટાલિટી જૂથ જુહુમાં બાસ્ટિયન બીચ ક્લબ નામનું નવું આઉટલેટ (Shilpa Shetty Restaurant) પણ શરૂ થવાનું છે, જે વિષે રણજીત બિન્દ્રાએ કહ્યું કે, "દરિયાકાંઠા પાસેની આ નવી જગ્યા આનંદ અને ઉજવણીમાં વધારો કરશે. બાંદરામાં પહેલેથી જ બાસ્ટિયનની યાત્રા શરૂ થઈ હતી અને તે હંમેશા આપણી નજીક રહેશે. જુહુમાં નવી રીતે બાસ્ટિયન આવી રહ્યું છે. અમે એક પ્રકરણ સમાપ્ત કરી રહ્યા છીએ, પરંતુ સાથે બે નવી કથાઓ માંડી રહ્યા છીએ. અને અમે તેમાં તમારું સ્વાગત કરવા માટે અધીરા છીએ”

