શ્રદ્ધાએ સોમવારે આ ફિલ્મ જોઈને પોતાની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી
શ્રદ્ધા કપૂર
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે. હવે શ્રદ્ધા કપૂરે પણ આ ફિલ્મનાં બહુ વખાણ કર્યાં છે. શ્રદ્ધાએ સોમવારે આ ફિલ્મ જોઈને પોતાની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. શ્રદ્ધાએ લખ્યું હતું, ‘આદિત્ય ધરે ‘ધુરંધર’ જેવી ફિલ્મ બનાવીને બહુ ખોટું કર્યું... અને પછી પાર્ટ 2 માટે ત્રણ મહિના રાહ જોવડાવી રહ્યા છે. અમારી ભાવનાઓ સાથે ન રમો, બીજા ભાગને વહેલો રિલીઝ કરી દો. આ એક શાનદાર અનુભવ હતો. જો સવારે શૂટ ન હોત તો હું ફરીથી ફિલ્મ જોવા ગઈ હોત. યામી ગૌતમને ફિલ્મ વિરુદ્ધ ચાલી રહેલા નકારાત્મક પ્રચાર પર ખુલ્લેઆમ બોલવું પડ્યું એમ છતાં ‘ધુરંધર’ મજબૂતીથી આગળ વધી. કોઈ નેગેટિવ પાવર સારી ફિલ્મને નીચે ખેંચી શકતો નથી, અમને દર્શકો પર વિશ્વાસ છે.’


