સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ‘સિકંદર’ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. કુલદીપ સલમાનનો જબરો ફૅન છે. આ પહેલાં પણ તેણે સલમાનની ફિલ્મોની ટિકિટ મોટા પાયે ખરીદીને આ જ રીતે મફતમાં ડિસ્ટ્રિબ્યુટ કરી હતી.
કુલદીપ કાસવાને ‘સિકંદરની’ ટિકિટ ફ્રી ડિસ્ટ્રિબ્યુટ કરી (સૌજન્ય:મિડ-ડે)
રાજસ્થાનનો કુલદીપ કાસવાન સલ્લુનો મોટો ફૅન છે અને તે આ પહેલાં પણ આવું કરી ચૂક્યો છે. સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ‘સિકંદર’ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની રિલીઝ વખતે તેના એક બહુ મોટા ચાહક એવા રાજસ્થાનના કુલદીપ કાસવાને ‘સિકંદરની’ ૮૦૦ કરતાં વધુ ટિકિટ ૧.૭૨ લાખ રૂપિયામાં ખરીદીને એ ફ્રી ડિસ્ટ્રિબ્યુટ કરીને પોતાના સલમાન ખાન પ્રત્યેના પ્રેમનો પરિચય આપ્યો હતો.
કુલદીપ સલમાનનો જબરો ફૅન છે. આ પહેલાં પણ તેણે સલમાનની ફિલ્મોની ટિકિટ મોટા પાયે ખરીદીને આ જ રીતે મફતમાં ડિસ્ટ્રિબ્યુટ કરી હતી. સલમાન પ્રત્યેના પોતાના
લગાવ વિશે તેણે જણાવ્યું હતું કે ‘મેં સલમાનના જન્મદિવસે તેની બ્રૅન્ડ બીઇંગ હ્યુમનના ૬.૩૫ લાખ રૂપિયાનાં કપડાં ખરીદ્યાં હતાં અને ડિસ્ટ્રિબ્યુટ કર્યાં હતાં.’

