બેઠકમાં લોકસભાની બેઠકો માટે પ્રસ્તાવિત ડિલિમિટેશનની પ્રક્રિયા વિશે ચિંતાઓ દર્શાવતું એક મેમોરેન્ડમ રજૂ કરવા માગે છે.
નરેન્દ્ર મોદી, તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમની મુલાકાત માટે સમય માગ્યો છે. તેઓ આ બેઠકમાં લોકસભાની બેઠકો માટે પ્રસ્તાવિત ડિલિમિટેશનની પ્રક્રિયા વિશે ચિંતાઓ દર્શાવતું એક મેમોરેન્ડમ રજૂ કરવા માગે છે. આ મુદ્દે સ્ટૅલિને ગયા મહિને ચેન્નઈમાં દક્ષિણ ભારતનાં રાજ્યોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. સોમવારે સવારે સ્ટૅલિને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ પત્ર શૅર કર્યો હતો જે તેમણે ૨૭ માર્ચે વડા પ્રધાનને મોકલ્યો હતો. એમાં જણાવવામાં આવ્યું છે કે ચેન્નઈમાં યોજાયેલી બેઠકમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે દક્ષિણ ભારતમાં વસ્તી નિયંત્રણમાં રાખવા માટે તેમની સફળતાને લીધે આ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યા ઘટશે. આ મુદ્દે અમે અમારી ચિંતા વ્યક્ત કરવા માગીએ છીએ એથી મારે આપની મુલાકાત કરવી છે.

