સોનાક્ષી સિંહાએ તેની પ્રેગ્નન્સીની ચર્ચા વિશે સ્પષ્ટતા કરી
લાંબી ગર્ભાવસ્થાનો વર્લ્ડ રેકૉર્ડ માનવઇતિહાસમાં હું જ બનાવીશ
સોનાક્ષી સિંહા અને પતિ ઝહીર ઇકબાલે હાલમાં એક દિવાલી પાર્ટીમાં હાજરી આપી હતી અને એ સમયે સોનાલીનું ડ્રેસિંગ તેમ જ સ્ટાઇલ જોઈને તે પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા ચાલી છે. જોકે હવે આ મામલે સોનાક્ષીએ પ્રતિક્રિયા આપી છે. સોનાક્ષીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની કેટલીક તસવીરો શૅર કરીને કૅપ્શન લખી છે કે ‘માનવઇતિહાસમાં સૌથી લાંબી ગર્ભાવસ્થાનો વર્લ્ડ રેકૉર્ડ હું જ બનાવીશ. મીડિયા અનુસાર મારી પ્રેગ્નન્સી ૧૬ મહિનાની થઈ ગઈ છે. માત્ર પેટની આસપાસ હાથ મૂકીને પોઝ આપવાને કારણે મીડિયાએ મને પ્રેગ્નન્ટ માની લીધી.’
સોનાક્ષી સિંહા જોવા મળી ઑલ ડેનિમ ઍરપોર્ટ લુકમાં
હાલમાં સોનાક્ષી સિંહા ઍરપોર્ટ પર જોવા મળી હતી. આ સમયે તેનો ઑલ ડેનિમ ઍરપોર્ટ લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સોનાક્ષીએ ડેનિમ શર્ટ, ડેનિમ ટ્રાઉઝર, વાઇટ કૅપ અને ગૉગલ્સ પહેરવાનું પસંદ કર્યું હતું અને ફૅન્સને તેની સ્ટાઇલ બહુ પસંદ પડી છે.

