Sonam Kapoor announces 2nd pregnancy: સોનમ કપૂર બીજી વાર માતા બનવાની છે, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત; સેલેબ્ઝ વરસાવી રહ્યાં છે શુભેચ્છાઓ
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
આજકાલ બોલિવૂડ (Bollywood) સેલેબ્ઝના ઘરે નાના મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. તાજેતરના સમયમાં ઘણા સ્ટાર કપલ માતા-પિતા બન્યા છે. પરિણીતી ચોપરા (Parineeti Chopra) થી લઈને કેટરિના કૈફ (Katrina Kaif) સહિત અનેક સેલેબ્ઝે બાળકને જન્મ આપ્યો છે. અને હવે આ યાદીમાં વધુ એક અભિનેત્રીનું નામ જોડાઈ ગયું છે. એ અભિનેત્રી છે, સોનમ કપૂર (Sonam Kapoor). હા, અભિનેત્રી સોનમ કપૂર આહુજા બીજી વાર માતા બનવાની છે. અભિનેત્રીએ ગર્ભાવસ્થાની જાહેરાત (Sonam Kapoor announces 2nd pregnancy) સોશ્યલ મીડિયાના માધ્યમથી કરી છે.
સોનમ કપૂર આહુજા (Sonam Kapoor Ahuja) એ ગુરુવારે પોતે બીજી વાર ગર્ભવતી છે તેની જાહેરાત કરી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બેબી બમ્પના અદભુત ફોટા શેર કર્યા. તેણીએ ફોટાને "મધર" કેપ્શન આપ્યું, તેમાં સાથે એક કિસિંગ ઇમોજી પણ ઉમેર્યું છે. સોનમ કપૂરે શૅર કરેલા ફોટામાં તે ગુલાબી રંગનો ફોર્મલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં તેનો બેબી બમ્પ દેખાય છે. આ ફોટામાં, સોનમ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેના બાળકનો જન્મ ૨૦૨૬માં થશે.
ADVERTISEMENT
View this post on Instagram
આ ખાસ પ્રસંગ માટે, સોનમે પ્રખ્યાત ડિઝાઇનર માર્ગારેથા લે – એસ્કાડા (Margaretha Ley - Escada)) દ્વારા બનાવેલ ડિઝાઇનર ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીનો હોટ-ગુલાબી વૂલન પેડેડ સૂટ, જે પ્રિન્સેસ ડાયના (Princess Diana) થી પ્રેરિત છે, તે ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.
સોનમની પોસ્ટ પર ઘણા સેલિબ્રિટીઝે લાઈક અને કોમેન્ટ કરી છે.
અભિનેત્રી પરિણીતી ચોપરાએ સોનમ કપૂરની પોસ્ટ પર ટિપ્પણી કરતા લખ્યું, "અભિનંદન." પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ લખ્યું, "શુભેચ્છાઓ." સોનમ કપૂરના પતિ આનંદ આહુજા (Anand Ahuja) એ કમેન્ટ કરી છે કે, "ડબલ મુશ્કેલી." કરીના કપૂર (Kareena Kapoor) એ લખ્યું, "સોના અને આનંદ." શનાયા કપૂર (Shanaya Kapoor) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) એ પોસ્ટમાં હાર્ટના ઇમોજીની કમેન્ટ કરી છે. અભિનેત્રી પત્રલેખા (Patralekhaa) જે હમણાં જ માતા બની છે તેણે પણ સોનમ કપૂર આહુજાને શુભેચ્છા આપી છે.
તમને જણાવી દઈએ કે, સોનમ કપૂર અને આનંદ અહુજાના રિલેશન વિશે વાત કરીએ તો, સોનમે વર્ષ ૨૦૧૬માં તેના પિતા અનિલ કપૂર (Anil Kapoor) ના ૬૦મા જન્મદિવસ પર આનંદ આહુજા સાથેના તેના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, અભિનેત્રીએ ૨૦૧૮ માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, આ દંપતીએ ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું.
લગ્નના સાત વર્ષ પછી સોનમ અને તેના ઉદ્યોગપતિ પતિ આનંદ આહુજા તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. લગ્નના ચાર વર્ષ પછી, સોનમે તેમના પુત્ર વાયુ (Vayu) ને જન્મ આપ્યો. સોનમ મોટાભાગે તેના પતિ આનંદ અને પુત્ર વાયુ સાથે લંડન (London) માં રહે છે. સોનમ અને આનંદે તેમના પુત્ર વાયુને મીડિયા અને પાપારાઝીથી દૂર રાખ્યો છે. સમયાંતરે, અભિનેત્રી તેની માતૃત્વ યાત્રા અને પુત્ર વાયુના ફોટા શેર કરે છે. જો કે, તે ફોટામાં વાયુનો ચહેરો નથી દેખાડતી.


