સુભાષ ઘઈએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટુડિયોનો લૉગો શૅર કરતાં જણાવ્યું કે હવે તેમની કંપની વૈશ્વિક સ્તરે ઍનિમેશન ફિલ્મોના નવા યુગમાં પ્રવેશ કરી રહી છે
ફિલ્મમેકર સુભાષ ઘઈ
ફિલ્મમેકર સુભાષ ઘઈએ હવે પ્રોડક્શન ક્ષેત્રમાં એક મોટું ડગલં ભર્યું છે. તેમની કંપની મુક્તા આર્ટ્સ લિમિટેડે ફિલ્મનિર્માણ માટે મોટી ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ કંપનીએ જાણીતી ઍનિમેશન કંપની ગ્રીન ગોલ્ડ ઍનિમેશન પ્રાઇવેટ લિમિટેડ સાથે હાથ મિલાવ્યા છે. આ નવી ભાગીદારી અંતર્ગત મુક્તા આર્ટ્સનું નવું ડિવિઝન ‘એસજીએમ સ્ટુડિયો’ હવે ગ્રીન ગોલ્ડ સાથે મળીને ઍનિમેશન ફિલ્મો અને સિરીઝ બનાવશે. સુભાષ ઘઈએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટુડિયોનો લૉગો શૅર કરતાં જણાવ્યું કે હવે તેમની કંપની વૈશ્વિક સ્તરે ઍનિમેશન ફિલ્મોના નવા યુગમાં પ્રવેશ કરી રહી છે.

ADVERTISEMENT
પોતાના આગામી આયોજન વિશે સુભાષ ઘઈએ જણાવ્યું હતું કે તેઓ સૌથી પહેલાં પોતાની ફિલ્મ ‘કાલીચરણ’ને ઍનિમેશન સ્વરૂપમાં રજૂ કરવા માગે છે, કારણ કે એની વાર્તા ખૂબ જ રસપ્રદ અને મનોરંજક છે જે આજનાં બાળકોને પણ ગમશે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ફિલ્મનો મૂળ પ્લૉટ એ જ રહેશે, પરંતુ પાત્રો અને રજૂઆતનો અંદાજ અલગ હશે જેથી તે નવી પેઢીને વધારે આકર્ષી શકે.
