ફિલ્મમેકરે સોશ્યલ મીડિયા પર આ તસવીર પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી છે
સુભાષ ઘઈએ જે તસવીર શૅર કરી છે એમાં રિતેશ કપાળ પર બિંદી, આંખોમાં કાજલ અને માથા પર દુપટ્ટા સાથે છોકરીના ગેટ-અપમાં જોવા મળે છે.
ફિલ્મમેકર સુભાષ ઘઈએ તેમની આગામી ફિલ્મના મુખ્ય કલાકાર રિતેશ દેશમુખની તસવીર શૅર કરીને મજેદાર અંદાજમાં જણાવ્યું કે તેમણે પોતાની ફિલ્મ માટે હિરોઇનની પસંદગી કરી લીધી છે. સુભાષ ઘઈએ જે તસવીર શૅર કરી છે એમાં રિતેશ કપાળ પર બિંદી, આંખોમાં કાજલ અને માથા પર દુપટ્ટા સાથે છોકરીના ગેટ-અપમાં જોવા મળે છે.
આ તસવીર સાથે સુભાષ ઘઈએ કૅપ્શનમાં લખ્યું, ‘આ મુક્તા આર્ટ્સના બૅનર હેઠળની અમારી આગામી ફિલ્મમાં અમારી હિરોઇન છે. આમાં ક્લાસિક સુંદરતા છે. શું તમે આ સુંદર છોકરીનું નામ જણાવી શકો છો?’
ADVERTISEMENT
હકીકતમાં આ તસવીર ૨૦૦૬ની કૉમેડી ફિલ્મ ‘અપના સપના મની-મની’માંથી લેવામાં આવી છે, જેમાં રિતેશે એક ઠગની ભૂમિકા ભજવી હતી અને પોતાના પાત્ર માટે સ્ત્રી-વેશ ધારણ કર્યો હતો.
આ જાહેરાતથી સુભાષ ઘઈની નવી ફિલ્મને લઈને ઉત્સાહ વધ્યો છે. જોકે ફિલ્મની વાર્તા કે શીર્ષક વિશે હજી કોઈ માહિતી આપવામાં આવી નથી.

