દીકરા સનીએ મધર્સ ડે નિમિત્તે માતાની અનસીન તસવીરો શૅર કરીને આ દિવસની શુભેચ્છા આપી
દીકરા સનીએ મધર્સ ડે નિમિત્તે માતાની અનસીન તસવીરો શૅર કરીને આ દિવસની શુભેચ્છા આપી
મે મહિનાના બીજા રવિવારની ઉજવણી ‘મધર્સ ડે’ તરીકે કરવામાં આવે છે. ગઈ કાલે મધર્સ ડે હતો ત્યારે બૉલીવુડની અનેક સેલિબ્રિટીઓએ તેમની મમ્મીઓને આ દિવસની શુભેચ્છા પાઠવી છે. આ તમામ શુભેચ્છા-સંદેશાઓમાં સની દેઓલના શુભેચ્છા-સંદેશે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું છે. સનીએ પોતાના મેસેજની સાથે માતા પ્રકાશ દેઓલ સાથેની તેની કેટલીક અનસીન તસવીરોનો વિડિયો શૅર કર્યો છે. ધર્મેન્દ્રનાં પહેલાં પત્ની પ્રકાશ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે અને આ કારણે જ સનીના વિડિયોમાં એક પ્રેમાળ માતા તરીકે જોવા મળતાં પ્રકાશ તરફ બધાનું ધ્યાન ખેંચાયું છે.
સની દેઓલે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ તસવીરોની સાથે કૅપ્શનમાં લખ્યું કે ‘તે મહિલા માટે જેમણે મને કંઈ પણ માગ્યા વિના બધું આપ્યું - તમારો પ્રેમ મારા માટે સૌથી મોટી ભેટ છે. મધર્સ ડેની શુભેચ્છાઓ, મા.’ સનીની આ પોસ્ટ પર ‘ગદર’ની ઍક્ટ્રેસે કમેન્ટમાં હાર્ટ-ઇમોજી આપ્યું છે. સનીની આ પોસ્ટ પર તેમના ફૅન્સે પણ ખૂબ પ્રેમ વરસાવ્યો છે.

