Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિદ્યા બાલન છે મારો સાચો હીરો : તાપસી

વિદ્યા બાલન છે મારો સાચો હીરો : તાપસી

Published : 30 March, 2026 10:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાપસી કહે છે કે એક અભિનેત્રી પોતાની તાકાતથી આખી ફિલ્મની વાર્તા આગળ લઈ જઈ શકે છે એ તેણે સાબિત કર્યું છે

તાપસી પન્નુ

તાપસી પન્નુ


તાપસી પન્નુએ હાલમાં વિદ્યા બાલનને તેની મોટી પ્રેરણા અને સાચો હીરો ગણાવી છે. તાપસીનું કહેવું છે કે વિદ્યાની ફિલ્મોએ તેની વિચારવાની રીત બદલી નાખી અને તેને ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવાનો આત્મવિશ્વાસ આપ્યો.

તાપસીએ કહ્યું હતું કે ‘વિદ્યા બાલને માત્ર અભિનય જ નથી કર્યો, એ પણ સાબિત કર્યું છે કે એક અભિનેત્રી પોતાની તાકાતથી આખી ફિલ્મની વાર્તા આગળ લઈ જઈ શકે છે. મારા માટે વિદ્યા બાલન એક હીરો છે. તેની ફિલ્મોએ મને ખૂબ પ્રેરણા આપી. મેં જ્યારે ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘કહાની’ જેવી ફિલ્મો જોઈ ત્યારે મને સમજાયું કે સિનેમામાં મહિલાઓ માટે પણ મજબૂત અને અલગ પ્રકારની વાર્તાઓ બની શકે છે. જ્યારે હું હિન્દી ફિલ્મોમાં મારી કરીઅર શરૂ કરી રહી હતી ત્યારે ઘણી વાર મને લાગતું હતું કે એક અભિનેત્રીની કરીઅર કેટલા સમય સુધી ચાલે, પરંતુ વિદ્યા બાલનની ફિલ્મોની સફળતા જોઈને મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.’


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK