ચર્ચા છે કે ફિલ્મમાં કામ કરતાં-કરતાં તેઓ એકબીજાની નજીક આવી ગયાં છે અને સત્તાવાર રીતે એકબીજાને ડેટ કરી રહ્યાં છે
તારાના જીવનમાં પ્રેમી તરીકે આદિત્ય રૉય કપૂરની એન્ટ્રી થઈ છે
થોડા સમય પહેલાં તારા સુતરિયા અને વીર પહારિયાનું બ્રેક-અપ થઈ ગયું છે અને હવે રિપોર્ટ છે કે વીરથી અલગ થયા પછી તારાના જીવનમાં પ્રેમી તરીકે આદિત્ય રૉય કપૂરની એન્ટ્રી થઈ છે. ચર્ચા છે કે હાલમાં તારા અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તારા અને આદિત્ય હાલમાં ઍક્શન ફિલ્મ ‘ઓમ’માં સાથે કામ કરી રહ્યાં છે. થોડા સમયથી બન્ને વિવિધ ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ્સ અને પ્રાઇવેટ પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. તેમની કેમિસ્ટ્રી સૌથી પહેલાં ‘ઓમ’ની વર્કશૉપ દરમ્યાન જોવા મળી હતી. ચર્ચા છે કે ફિલ્મમાં કામ કરતાં-કરતાં તેઓ એકબીજાની નજીક આવી ગયાં છે અને સત્તાવાર રીતે એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
આ વર્ષે તારા સુતરિયા ડેબ્યુ કરશે કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં
ADVERTISEMENT
તારા સુતરિયા ૨૦૨૬ના કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ૭૯મો કાન ફિલ્મ-ફેસ્ટિવલ ૧૨ મેથી ૨૩ મે સુધી ચાલવાનો છે. દર વર્ષે ભારતમાંથી અનેક સ્ટાર્સ આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં હાજરી આપે છે અને રેડ કાર્પેટ પર જોવા મળે છે. ‘ટૉક્સિક’ ફિલ્મની રિલીઝ પહેલાં તારા હવે આ વર્ષના કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ડેબ્યુ કરવા તૈયાર છે અને તે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે એવા રિપોર્ટ છે.
આ વર્ષે કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં હાજરી આપનારાં અન્ય ભારતીય સ્ટાર્સમાં ઐશ્વર્યા રાય, આલિયા ભટ્ટ અને પાયલ કાપડિયા પણ સામેલ છે. પાયલ કાપડિયા આ ફેસ્ટિવલમાં જ્યુરી પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી નિભાવશે.
