Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટૉક્સિક બની વર્ષની બીજી સૌથી મોટી હિન્દી ઓપનર

ટૉક્સિક બની વર્ષની બીજી સૌથી મોટી હિન્દી ઓપનર

Published : 28 August, 2026 11:39 AM | Modified : 28 August, 2026 11:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશની ઍક્શન-ડ્રામા ફિલ્મ ‘ટૉક્સિક’એ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મની હિન્દી આવૃત્તિએ પહેલા દિવસે ₹૫૫.૪૦ કરોડની નેટ કમાણી કરીને આ વર્ષની બીજી સૌથી મોટી હિન્દી ઓપનરનો રેકૉર્ડ બનાવ્યો છે.

ટૉક્સિક બની વર્ષની બીજી સૌથી મોટી હિન્દી ઓપનર

ટૉક્સિક બની વર્ષની બીજી સૌથી મોટી હિન્દી ઓપનર


યશની ઍક્શન-ડ્રામા ફિલ્મ ‘ટૉક્સિક’એ રિલીઝ થતાં જ બમ્પર શરૂઆત કરી છે. ગીતુ મોહનદાસના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મની હિન્દી આવૃત્તિએ બૉક્સ-ઑફિસ પર પહેલા દિવસે ૫૫.૪૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરીને આ વર્ષની બીજી સૌથી મોટી હિન્દી ઓપનર બનવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ મામલે ફિલ્મ માત્ર ‘ધુરંધર 2’થી જ પાછળ રહી છે. ફિલ્મની કન્નડા આવૃત્તિને પણ પહેલા દિવસે શાનદાર પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે ફિલ્મે સમગ્ર ભારતમાં મજબૂત ઓપનિંગ નોંધાવી છે. હવે સૌની નજર બીજા દિવસ એટલે કે ગુરુવારના કલેક્શન પર છે.
‘ટૉક્સિક’ની હિન્દી આવૃત્તિનું પહેલા સપ્તાહના બુધવારનું અધિકૃત નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન ૫૫.૪૦ કરોડ રૂપિયા રહ્યું છે જે યશની હિન્દી રિલીઝમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK