વરુણે પણ પુણેની નૅશનલ ડિફેન્સ ઍકૅડેમીમાં શેડ્યુલ પૂર્ણ કર્યું હોવાની જાહેરાત કરી
સોશ્યલ મીડિયા પર વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને દિગ્દર્શક અનુરાગ સિંહ સાથે તસવીરો અને વિડિયો શૅર કર્યા
‘બૉર્ડર 2’માં વરુણ ધવન અને અહાન શેટ્ટી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. બન્નેએ તાજેતરમાં પુણેમાં તેમનું શૂટિંગ પૂરું કર્યું. અહાને સોશ્યલ મીડિયા પર વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને દિગ્દર્શક અનુરાગ સિંહ સાથે તસવીરો અને વિડિયો શૅર કર્યા અને લખ્યું, ‘અને શું છે આ બૉર્ડર? બસ એક ફૌજી અને તેના ભાઈઓ છે. પુણેમાં શૂટિંગ પૂર્ણ, હવે આગળના પડાવ તરફ.’
વરુણે પણ પુણેની નૅશનલ ડિફેન્સ ઍકૅડેમીમાં શેડ્યુલ પૂર્ણ કર્યું હોવાની જાહેરાત કરી. તેણે પણ અહાન સાથે ચા-બિસ્કિટનો આનંદ માણતો એક વિડિયો શૅર કર્યો હતો અને લખ્યું હતું ‘ચા અને બિસ્કિટ. નૅશનલ ડિફેન્સ ઍકૅડેમીમાં મારું શૂટિંગ પૂર્ણ થયું અને અમે ચા-બિસ્કિટ સાથે ઉજવણી કરી.’

