આદર્શ નવમા ધોરણમાં ભણે છે. તેના દાદા પાસે અનેક પ્રાણીઓ પાળેલાં છે જેમાં સાત ઘોડા છે. જે દિવસે સ્કૂલમાં જવા માટે આદર્શને કોઈ વાહન ન મળે ત્યારે તે ઘોડા પર સ્કૂલમાં જાય છે
સ્કૂલમાં જવા માટે ઘોડાનો ઉપયોગ કરે છે સોલાપુરનો આ સ્ટુડન્ટ
સોલાપુરના વૈરાગમાં રહેતો આદર્શ સાળુંખે સ્કૂલમાં સાઇકલ કે રિક્ષામાં નહીં પણ ઘોડા પર આવે છે. તે રુઆબથી સ્કૂલમાં આવે છે અને એક પણ દિવસ સ્કૂલમાં ગેરહાજર રહેતો નથી. તેની આ ઘોડેસવારી સોલાપુરમાં ચર્ચાનો વિષય બની છે. આદર્શ નવમા ધોરણમાં ભણે છે. તેના દાદા પાસે અનેક પ્રાણીઓ પાળેલાં છે જેમાં સાત ઘોડા છે. જે દિવસે સ્કૂલમાં જવા માટે આદર્શને કોઈ વાહન ન મળે ત્યારે તે ઘોડા પર સ્કૂલમાં જાય છે. આ પહેલાં આદર્શે ઔરંગાબાદથી મુંબઈ સુધીનો પ્રવાસ કર્યો હોવાથી સ્કૂલમાં જતાં તેને કોઈ સમસ્યા થતી નથી. સ્કૂલમાં તે ઘોડાને આમલીના ઝાડ નીચે બાંધે છે અને સ્કૂલની રિસેસમાં તે ઘોડાનું ધ્યાન પણ રાખે છે.

