એક જ ગામનાં યુવક અને યુવતી પ્રેમમાં પડ્યાં હતાં અને તેમણે લગ્ન કર્યાં હતાં. વરરાજા કન્યાની કાકીનો પુત્ર છે. સ્થાનિક રિવાજો મુજબ આવાં લગ્નને વર્જિત માનવામાં આવે છે.
નવદંપતીને બળદની જેમ બાંધીને ખેતર ખેડાવ્યું
ઓડિશામાં રાયગડા જિલ્લાના કંજામઝીરા ગામના રહેવાસી નવદંપતીને બળદની જેમ ઝૂંસરી સાથે બાંધીને ખેતર ખેડવા માટે મજબૂર કરવામાં આવ્યું હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. સમાજનાં સ્થાનિક ધોરણો વિરુદ્ધ લગ્ન કરવા બદલ નવયુવાન દંપતીને આવી સજા આપીને અપમાનિત કરવામાં આવ્યું હતું. એક જ ગામનાં યુવક અને યુવતી પ્રેમમાં પડ્યાં હતાં અને તેમણે લગ્ન કર્યાં હતાં. વરરાજા કન્યાની કાકીનો પુત્ર છે. સ્થાનિક રિવાજો મુજબ આવાં લગ્નને વર્જિત માનવામાં આવે છે.
આ દંપતીને બળદની જેમ ખેતર ખેડવાની સજા કરવામાં આવી હતી. વિડિયોમાં બે પુરુષો નવદંપતીને લાકડીથી મારતા દેખાય છે. આ જાહેર અપમાન બાદ દંપતીને ગામના મંદિરમાં લઈ જવામાં આવ્યું હતું અને તેમના કથિત પાપને શુદ્ધ કરવા માટે શુદ્ધીકરણ વિધિ કરાવવામાં આવી હતી.
ADVERTISEMENT
અગાઉ આવી જ એક ઘટનામાં રાયગડા જિલ્લાના એક પરિવારના ૪૦ સભ્યોને શુદ્ધીકરણ વિધિના ભાગરૂપે મુંડન કરાવવાની ફરજ પાડવામાં આવી હતી, કારણ કે એક મહિલાએ બીજી જાતિના પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં.

