ઉત્તરાખંડમાં ટ્રેકિંગની નવી સંભાવનાઓ શોધવા એપ્રિલમાં SDRFના ૨૦ સભ્યોની એક ટીમ નેલાંગ વૅલીનાં દુર્ગમ શિખરો સર કરવા નીકળી હતી.
ઉત્તરાખંડમાં ચીન સાથેની સરહદ નજીક અમરનાથ જેવું બરફમાંથી બનેલું શિવલિંગ જોવા મળ્યું
ઉત્તરાખંડમાં ચીન સાથેની સરહદ નજીક અમરનાથ જેવું બરફમાંથી બનેલું શિવલિંગ જોવા મળ્યું છે. ઉત્તરકાશીની નેલાંગ વૅલીના ક્ષેત્રમાં પર્વતારોહણ દરમ્યાન સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ના દળે આ શિવલિંગ ખોળી કાઢ્યું હતું. શિવલિંગની બાજુમાં નંદી જેવી આકૃતિ પણ છે. ઉત્તરાખંડમાં ટ્રેકિંગની નવી સંભાવનાઓ શોધવા એપ્રિલમાં SDRFના ૨૦ સભ્યોની એક ટીમ નેલાંગ વૅલીનાં દુર્ગમ શિખરો સર કરવા નીકળી હતી. આ ટીમે નેલાંગમાં નીલાપાની ક્ષેત્રમાં ૬૦૫૪ મીટર ઊંચાઈએ આવેલું એક એવું શિખર સર કર્યું જ્યાં સુધી કોઈ પર્વતારોહણ દળ નથી પહોંચ્યું. આ ક્ષેત્રમાં SDRFની ટીમને ૪૩૦૦ મીટરની ઊંચાઈ પર બરફમાંથી બનેલા શિવલિંગની આકૃતિ જોવા મળી હતી. અમરનાથમાં શિવલિંગ ૩૮૮૮ મીટરની ઊંચાઈ પર છે.

