સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, મહિલાઓ સહિત શિવસેના UBTના કાર્યકરોનું એક જૂથ વ્યસ્ત શેરીમાં ઓટો ચાલકને થપ્પડ મારતું જોવા મળે છે. ત્યારબાદ આ રિક્ષા ચાલકને એક પુરુષ અને તેની બહેનની જાહેરમાં માફી માગવા માટે કહેવામાં આવે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) ના કાર્યકરો દ્વારા ઓટો-રિક્ષા ચાલક પર હુમલો કરવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે રાજ્યમાં ન્યાય અને વધતા ભાષાકીય તણાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં વધી રહેલા ભાષા વિવાદ વચ્ચે વધુ એક અમરાઠી વ્યક્તિને માર મરવામાં આવી છે. આ ઘટના શનિવારે વિરાર રેલવે સ્ટેશન નજીક બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, મહિલાઓ સહિત શિવસેના UBTના કાર્યકરોનું એક જૂથ વ્યસ્ત શેરીમાં ઓટો ચાલકને થપ્પડ મારતું જોવા મળે છે. ત્યારબાદ આ રિક્ષા ચાલકને એક પુરુષ અને તેની બહેનની જાહેરમાં માફી માગવા માટે કહેવામાં આવે છે, જેમની સાથે તેણે અગાઉ કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. ડ્રાઇવર મહારાષ્ટ્ર રાજ્યની ભાષા, સંસ્કૃતિ અને પ્રતિમાઓનું અપમાન કરવા બદલ માફી માગતો પણ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, વિરારમાં રહેતા એક રિક્ષા ડ્રાઇવરે કથિત રીતે મરાઠી ભાષા અને અગ્રણી મરાઠી વ્યક્તિઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. હુમલા પહેલા આ ટિપ્પણીઓની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેનાથી રાજકીય સંગઠનો અને લોકોના વર્ગમાં રોષ ફેલાયો હતો. વાયરલ વીડિયો હોવા છતાં, પોલીસે કેસ નોંધ્યો નથી કારણ કે હજી સુધી કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. "અમે વીડિયો જોયો છે અને તેની સત્યતા ચકાસી રહ્યા છીએ, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પક્ષે ફરિયાદ સાથે અમારો સંપર્ક કર્યો નથી," એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું.
View this post on Instagram
હુમલા દરમિયાન હાજર રહેલા શિવસેના (UBT) ના વિરાર શહેર પ્રમુખ ઉદય જાધવે રિક્ષા ચાલક સાથે મારપીટ કરનાર તેમના જૂથના કાર્યોને યોગ્ય ઠેરવ્યા હતા. "જો કોઈ મરાઠી ભાષા કે સંસ્કૃતિનું અપમાન કરશે, તો તેને સાચી શિવસેના સ્ટાઈલમાં પરિણામ ભોગવવું પડશે. અમે ચૂપ રહીશું નહીં," તેમણે પત્રકારોને જણાવ્યું. "ડ્રાઈવરને મહારાષ્ટ્રના લોકો અને તેમણે જેમને નારાજ કર્યા છે તેમની માફી માગવાની ફરજ પાડવામાં આવી હતી," જાધવે ઉમેર્યું.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે રાજ્યના રાજકીય ચર્ચામાં ભાષાકીય અભિમાન એક મુખ્ય મુદ્દો બની રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ ભાયંદરમાં એક ફૂડ સ્ટૉલ માલિક પર મરાઠી ન બોલવા બદલ હુમલો કર્યો હતો. તે ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ દ્વારા પ્રતિ-વિરોધ થયો હતો, અને ત્યારબાદ 8 જુલાઈના રોજ મીરા-ભાયંદરમાં MNSના નેતૃત્વમાં અને શિવસેના (UBT) અને NCP (શરદ પવાર જૂથ) દ્વારા સમર્થિત મરાઠી ગૌરવ રૅલી યોજાઈ હતી. વિરોધ કૂચ દરમિયાન ઘણા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

