દાદા બન્યા પછી વિકી કૌશલના પપ્પા શ્યામ કૌશલે ઇમોશનલ પોસ્ટ કરી
દાદા બન્યા બાદ વિકી કૌશલના પપ્પા શ્યામ કૌશલ ભારે ખુશ છે.
શુક્રવારે કૅટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે દીકરાના જન્મ પછી આખા પરિવારમાં ભારે ઉજવણીનો માહોલ છે. દાદા બન્યા બાદ વિકી કૌશલના પપ્પા શ્યામ કૌશલ ભારે ખુશ છે. શ્યામ કૌશલે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને પોતાની લાગણી વ્યક્ત કરતાં લખ્યું હતું, ‘ભગવાનનો આભાર. કાલથી ભગવાન અમારા પરિવારમાં જે રીતે કૃપાળુ રહ્યા છે એ બદલ જેટલો આભાર માનું એટલો ઓછો છે. ભગવાન ખૂબ દયાળુ છે અને હંમેશાં રહ્યા છે. ભગવાનની કૃપા આવી જ રીતે મારાં બાળકો અને અમારા સૌથી જુનિયર કૌશલ પર બની રહે. અમે બધા ખૂબ ખુશ છીએ અને ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છીએ. દાદા બન્યા પછી મને અતિઆનંદ છે. રબ રાખા.’


