વિજય વર્મા એક્સપરિમેન્ટલ ફૅશન કરવા માટે જાણીતો છે, પણ હાલમાં તે પોતાની અતરંગી ફૅશનને કારણે હાંસીને પાત્ર બન્યો હતો. વિજય વર્માએ એક મૅગેઝિનના ઍન્યુઅલ સેલિબ્રેશનમાં અનોખી સ્ટાઇલનું બ્લૅક આઉટફિટ પહેર્યું હતું.
વિજય વર્માની ફૅશન-સેન્સ બની હાંસીને પાત્ર
વિજય વર્મા એક્સપરિમેન્ટલ ફૅશન કરવા માટે જાણીતો છે, પણ હાલમાં તે પોતાની અતરંગી ફૅશનને કારણે હાંસીને પાત્ર બન્યો હતો. વિજય વર્માએ એક મૅગેઝિનના ઍન્યુઅલ સેલિબ્રેશનમાં અનોખી સ્ટાઇલનું બ્લૅક આઉટફિટ પહેર્યું હતું. તેના આ લુકમાં કટ-આઉટ, અલગ-અલગ ટેક્સ્ચર અને મૂવમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
ઇવેન્ટ માટે વિજય વર્માએ ફિટેડ બ્લૅક ટૉપ પહેર્યું હતું, જેમાં ક્રિસ-ક્રૉસ લૅટિસ પૅટર્ન બનાવવામાં આવી હતી. જ્યોમેટ્રિક કટ-આઉટને કારણે ટૉપમાં શીઅર અને સ્કિન-બેરિંગ ઇફેક્ટ જોવા મળતી હતી. ટૉપની સ્લીવ્ઝ અને નીચેના ભાગમાંથી બ્લૅક ફૅબ્રિકની લાંબી અને પાતળી પટ્ટીઓ પણ લટકી રહી હતી, જેના કારણે તેનો લુક વધુ ડ્રામૅટિક લાગતો હતો. વિજય વર્માના આ લુકે ધ્યાન ખેંચ્યું હતું, પણ એ લોકોને ખાસ પસંદ પડ્યો નહોતો અને તે હાંસીને પાત્ર બન્યો હતો.
