આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ‘ઉડતા તીર’ પહેલાં ૯ ઑક્ટોબરે રિલીઝ થવાની હતી. જોકે હવે ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ને મળતા સારા પ્રતિભાવને કારણે બૉક્સ-ઑફિસ પર ટક્કર ટાળવા ‘ઉડતા તીર’ ફિલ્મના મેકર્સે એની રિલીઝ-ડેટ આગળ ધપાવી દીધી છે.
ઉડતા તીર હવે ૯ ઑક્ટોબરના બદલે ૨૩ ઑક્ટોબરે રિલીઝ થશે
આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ‘ઉડતા તીર’ પહેલાં ૯ ઑક્ટોબરે રિલીઝ થવાની હતી. જોકે હવે ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ને મળતા સારા પ્રતિભાવને કારણે બૉક્સ-ઑફિસ પર ટક્કર ટાળવા ‘ઉડતા તીર’ ફિલ્મના મેકર્સે એની રિલીઝ-ડેટ આગળ ધપાવી દીધી છે. હવે આ ફિલ્મ બે અઠવાડિયાં બાદ ૨૩ ઑક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે.
‘ઉડતા તીર’ પોતાના ટ્રેલર અને ચાલી રહેલા પ્રમોશનને કારણે ચર્ચામાં છે. ફિલ્મના ટીઝરને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે મેકર્સે રિલીઝ-ડેટ પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે. આ બદલાવથી ફિલ્મને રિલીઝ માટે વધુ યોગ્ય સમય મળશે અને વધુ સ્ક્રીન્સ પણ મળી શકશે.
