Shubhaarambh: રસપ્રદ સિનેમેટિક અને જબરદસ્ત સાઉન્ડટ્રેક તૈયાર કરવા માટે જાણીતા વિપુલ અમૃતલાલ શાહે હવે એક નવો સેગ્મેન્ટ શરૂ કર્યો છે જેનો ઉદ્દેશ એ જ છે કે નવી મ્યુઝીક ટેલેન્ટને સ્ટેજ આપવું.
નવું મ્યુઝિક લૅબલ `સનશાઇન મ્યુઝિક` લૉન્ચ કરાયું હતું તે ક્ષણ
Shubhaarambh: વિપુલ અમૃતલાલ શાહ નવું અને કશુંક સર્જનાત્મક પીરસવા માટે જાણીતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે તેમણે તેમના બેનર સનશાઇન પિક્ચર્સના સહયોગથી નવું મ્યુઝિક લૅબલ `સનશાઇન મ્યુઝિક` લોન્ચ કર્યું છે. રસપ્રદ સિનેમેટિક અને જબરદસ્ત સાઉન્ડટ્રેક તૈયાર કરવા માટે જાણીતા વિપુલ અમૃતલાલ શાહે હવે એક નવો સેગ્મેન્ટ શરૂ કર્યો છે જેનો ઉદ્દેશ એ જ છે કે નવી મ્યુઝીક ટેલેન્ટને સ્ટેજ આપવું. ન માત્ર સ્ટેજ આપવું પણ તેમને યોગ્ય માર્ગદર્શન આપીને પ્રોત્સાહન પૂરું પાડવું.
તેમના લેબલની પ્રથમ રજૂઆત મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં કરવામાં આવી હતી. જે એક વિશેષ ઇવેન્ટ દરમિયાન થયું હતું, જેમાં વિપુલ અમૃતલાલ શાહ અને શેફાલી શાહ હાજર રહ્યાં હતાં. શુભારંભ (Shubhaarambh) આ ગીત ભવિષ્યમાં સનશાઇન મ્યુઝિક કેવા પ્રકારની વૈવિધ્યસભર અને ગુણવત્તાયુક્ત સામગ્રી પ્રદાન કરવા જઈ રહ્યું છે તેની ઝલક આપે છે. લેબલની આ શરૂઆત ખરેખર શુભ અને હૃદયસ્પર્શી બની રહી. લેબલના આ ભવ્ય લોન્ચિંગ સાથે સનશાઇન મ્યુઝિકે તે બતાવી દીધું છે કે તે ઓલ્વેઝ નવા પ્રકારની, વૈવિધ્યસભર અને ઉચ્ચ ગુણવત્તાનું કન્ટેન્ટ પૂરું પાડે છે અને પાડતું રહેશે. આ પ્રોજેક્ટનું સહ-નિર્માણ આશિન એ. શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે મ્યુઝીક ફિલ્ડના જાણીતા સુરેશ થોમસે સર્જનાત્મક નિર્દેશન કર્યું છે અને સાથે લેબલની આ ભવ્ય સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયાને હેન્ડલ કરી છે. શાહની ફિલ્મો હંમેશા તેમના ભાવપૂર્ણ અને મધુર ગીતો માટે જાણીતી રહી છે. `નમસ્તે લંડન`, `લંડન ડ્રીમ્સ`, `એક્શન રિપ્લે` અને `સિંહ ઇઝ કિંગ` જેવી મ્યુઝીકલ ફિલ્મો હજુ પણ તેના મ્યુઝીકને કારણે સૌથી લોકોની ફેવરીટ બની રહી છે.
ADVERTISEMENT
View this post on Instagram
સોશિયલ મીડિયા પર સનશાઇન પિક્ચર્સ દ્વારા પોસ્ટ કરવામાં અવ્યી છે જેમાં જણાવ્યું છે કે, “અને લ્યો કંઈક નવું શરુ થઇ રહ્યું છે. શુભારંભ (Shubhaarambh) હવે લાઈવ છે. કૃતજ્ઞતા, ભક્તિ અને નવી શરૂઆતની ઉજવણી કરતું આ ઊર્જાવાન ગણપતિનું ગીત છે. તો તમે પણ જુઓ અને બાપ્પાના આશીર્વાદ મેળવો”
વિપુલ અમૃતલાલ શાહે હંમેશા એવી ફિલ્મો બનાવી છે જે તેના દર્શકો પર અનન્ય પ્રભાવ છોડે છે અને હંમેશા નવી અને જુદા જ પ્રકારની વાર્તાઓ લઈને આવે છે. આ જ કારણ છે કે શાહની ગણતરી આજે ભારતીય મનોરંજન ઉદ્યોગના સૌથી આદરણીય અને સફળ નિર્માતાઓમાં થાય છે. ટૂંકમાં આ નવા લેબલ સાથે વિપુલ અમૃતલાલ શાહ સંગીત ક્ષેત્રે ઇનોવેશનની સાથે ગુણવત્તાસભર કન્ટેન્ટ આપીને નવી કેડી (Shubhaarambh) કંડારી રહ્યા છે. સાથે-સાથે, નવા ગાયક, સંગીતકાર અને સર્જકોને પણ પોતાની કલા પ્રદર્શિત કરવા માટે એક મજબૂત અને પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે.


