૧૧૪ રનમાં થઈ ગયું આૅલઆઉટ, પાકિસ્તાને ૪ વિકેટ ગુમાવીને છેક ૧૯મી ઓવરમાં જીત મેળવી
ટ્રાયેન્ગ્યુલર T20 સિરીઝની ટ્રોફી સાથે પાકિસ્તાનની ટીમ
પાકિસ્તાન, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટ્રાયેન્ગ્યુલર T20 સિરીઝ યજમાન પાકિસ્તાને જીતી લીધી છે. ગઈ કાલે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકા પહેલાં બૅટિંગ કરીને ૧૯.૧ ઓવરમાં ૧૧૪ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. એણે છેલ્લી ૮ વિકેટ માત્ર ૧૬ રનમાં ગુમાવી દીધી હતી. સામે પાકિસ્તાને પણ ૧૧૫ રનનો ટાર્ગેટ છેક ૧૯મી ઓવરમાં હાંસલ કર્યો હતો. પાકિસ્તાને ૪ વિકેટ ગુમાવી હતી.


