આ પહેલાં ૧૯ નવેમ્બરે ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે છેલ્લા દાયકામાં સૌથી ઠંડા દિવસનો રેકૉર્ડ તૂટ્યો હતો.
મુંબઈ
ગઈ કાલે રવિવારની સવારે મુંબઈગરાઓએ પાછલાં ૧૧ વર્ષની સૌથી ઠંડી નવેમ્બરની સવાર માણી હતી. ગઈ કાલે સવારે મિનિમમ ટેમ્પરેચર ૧૫.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઓછામાં ઓછાં પાછલાં ૧૧ વર્ષમાં આવું પહેલી વાર બન્યું છે જ્યારે નવેમ્બરમાં મુંબઈનું મિનિમમ ટેમ્પરેચર ૧૬ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હોય. હવામાન ખાતાના ડેટા પ્રમાણે ગઈ કાલે મુંબઈનું તાપમાન સામાન્ય કરતાં ૪.૪ ડિગ્રી જેટલું ઓછું રહ્યું હતું. આ પહેલાં ૧૯ નવેમ્બરે ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે છેલ્લા દાયકામાં સૌથી ઠંડા દિવસનો રેકૉર્ડ તૂટ્યો હતો.


