‘વેલકમ ટુ ધ જંગલ’ના ગીતને ભવ્ય બનાવવા આટલા બૅકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે આ અઠવાડિયે શૂટિંગ શરૂ થશે
વેલકમ ટુ ધ જંગલની કાસ્ટ
અક્ષયકુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ના એક ગીતને ભવ્ય બનાવવા માટે એમાં પાંચસો બૅકગ્રાઉન્ડ ડાન્સર્સ જોવા મળશે. સાથે જ આ ફિલ્મના ૨૮ લીડ ઍક્ટર્સ પણ ડાન્સ મૂવ્સ કરતા દેખાશે. આ ગીતને ફેમસ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરશે. આ ફિલ્મ આ વર્ષે ૨૦ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્ત, જૅકી શ્રોફ, સુનીલ શેટ્ટી, અર્શદ વારસી, શ્રેયસ તલપડે, પરેશ રાવલ, જૉની લીવર, રવીના ટંડન, રાજપાલ યાદવ, જૅકલિન ફર્નાન્ડિસ અને લારા દત્તા સહિત અનેક ઍક્ટર્સ પણ જોવા મળશે. ૨૦૦૭માં આવેલી ‘વેલકમ’ અને ૨૦૧૫માં આવેલી ‘વેલકમ બૅક’ની આ ત્રીજી ફ્રૅન્ચાઇઝી છે. ‘વેલકમ ટુ ધ જંગલ’ના ભવ્ય ગીતનું શૂટિંગ આ અઠવાડિયે શરૂ થવાનું છે.