KGF ફેમ યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’નું ટ્રેલર બૅન્ગલોરમાં લૉન્ચ થયું. ફિલ્મમાં યશ સાથે કિઆરા અડવાણી, તારા સુતરિયા, હુમા કુરેશી, નયનતારા અને રુક્મિણી વસંત જોવા મળશે.
યશ અને રાધિકા
બૅન્ગલોરમાં શનિવારે રાત્રે લૉન્ચ થયું ટ્રેલર
‘KGF’માં રૉકીભાઈ બનીને આખા ભારતમાં જાણીતા થઈ ગયેલા કન્નડા ફિલ્મોના સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’નું ટ્રેલર આખરે શનિવારે રાત્રે બૅન્ગલોરમાં લૉન્ચ થયું. આ ફિલ્મમાં યશની સાથે પાંચ-પાંચ હિરોઇનો છે જેમાંની ૩ તો બૉલીવુડની છે. કિઆરા અડવાણી, તારા સુતરિયા અને હુમા કુરેશી ઉપરાંત સાઉથની નયનતારા અને રુક્મિણી વસંત આ ફિલ્મમાં છે. ટ્રેલર-લૉન્ચમાં આ પાંચેય બ્યુટીઓ તેમના ગ્લૅમરસ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ગીતુ મોહનદાસ નામની એક મહિલા ડિરેક્ટરે કર્યું છે. ફિલ્મને એકસાથે કન્નડા અને ઇંગ્લિશમાં શૂટ કરવામાં આવી છે. આ બન્ને ફિલ્મો માટે કુલ ૨૦૦ દિવસનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
શનિવારે રાત્રે બૅન્ગલોરમાં યોજાયેલી ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં પત્ની રાધિકા સાથે યશ તથા કિઆરા અડવાણી, તારા સુતરિયા, હુમા કુરેશી, નયનતારા અને રુક્મિણી વસંત
