મોસ્ટ અવેઇટેડ ગુજરાતી ફિલ્મ (Gujarati Film) `ભલે પધાર્યા (Bhale Padharya)` 11 ઑક્ટોબર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે દર્શકોને એક મેમોરેબલ સિનેમેટિક એક્સ્પિરિયન્સ આપવાની છે.
ભલે પધાર્યા (પોસ્ટર)
મોસ્ટ અવેઇટેડ ગુજરાતી ફિલ્મ (Gujarati Film) `ભલે પધાર્યા (Bhalle Padharya)` 11 ઑક્ટોબર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે દર્શકોને એક મેમોરેબલ સિનેમેટિક એક્સ્પિરિયન્સ આપવાની છે. ફિલ્મનું નિર્દેશન મનીષ કુમાર માધવે કર્યું છે અને પટકથા લેખન મૌલિક વેકરિયાનું છે. આ ફિલ્મ એક રોમાંચક ટૂરની સાથે સસ્પેન્સ થ્રિલરની સ્ટોરી છે જેમાં છૂટી છવાયેલી કૉમેડી પણ જોવા મળશે.
`ભલે પધાર્યા (Bhalle Padharya)` ત્રણ ખાસ મિત્રોની સ્ટોરી છે જે એકના જન્મદિવસના (Birthday) અવસરે જંગલ-થીમવાળા રિસૉર્ટની થ્રિલર ટૂર પર નીકળે છે. રસપ્રદ સફર દરમિયાન, આ લોકો અજીબ પાત્રોનો સામનો કરે છે અને તે વિચિત્ર ગામમાં પહોંચી જાય છે જે સમય અને વાસ્તવિકતાના નિયમોથી પર છે. અહીં ગામ રાતે જ પ્રગટ થાય છે અને આત્માઓ તેમજ ભૂતોનો વસવાટ છે, જે મોક્ષની શોધમાં છે. જેમ જેમ ત્રણેય મિત્રો આ ગામના સસ્પેન્સમાં ફસાતા જાય છે તેમ તેમ પોતાને એવી ભયાવહ સ્થિતિમાં પામે છે કે જેની કલ્પના પણ શક્ય નથી. સ્ટોરીમાં તાણની સાથે સાથે કૉમેડી ફેક્ટર પણ એડ કરવામાં આવ્યું છે, જે દર્શકોને હળવાશની ક્ષણો પણ આપશે.
ADVERTISEMENT
આ ફિલ્મમાં ઉત્તમ કલાકારો છે, જેમાં ભરત ચાવડા (Bharat Chawda), પ્રેમ ગઢવી, સૌરભ રાજયગુરુ, રઘુ જાની, કૌશામ્બી ભટ્ટ, કાજલ વશિષ્ઠ, વૈશાખ રતનબેહન, ચેતન દૈયા (Chetan Daiya) અને હર્ષિદા પાનખણિયા જેવા અનુભવી કલાકારોનો સમાવેશ થાય છે. આ ફિલ્મ રોમાંચ, સસ્પેન્સ અને કૉમેડીનું ઉત્તમ મિશ્રણ છે, જે દર્શકોને શરૂઆતથી અંત સુધી વ્યસ્ત રાખશે.
View this post on Instagram
આ ફિલ્મનું નિર્માણ પૂજા એન માધવ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ગરિમા નંદુ, દેવ રાવ જાધવ અને દુર્ગેશ તન્ના સહ-નિર્માતા તરીકે જોડાયેલા છે. આ ફિલ્મ ફોક-હોરર પર આધારિત છે, જેમાં શાનદાર પ્રદર્શન, રસપ્રદ વાર્તા, ડરામણા દ્રશ્યો અને રમૂજી ક્ષણો છે, જે ફિલ્મને એક અનોખો ચાર્મ આપે છે.
આ અનોખી વાર્તામાં મિત્રતા, ભય અને આનંદને સંતુલિત કરીને, “ભલે પધાર્યા (Bhalle Padharya)” ગુજરાતી સિનેમામાં એક નવી તાજગી લાવે છે જે તેના અલૌકિક તત્વો અને રમૂજથી દર્શકોને આકર્ષિત કરશે. આ એક એવી સફર છે જ્યાં વાસ્તવિકતા અને અજાણી દુનિયા વચ્ચેની સીમાઓ અસ્પષ્ટ છે, પરંતુ દરેક વળાંક પર રોમાંચ અને હાસ્ય છે.
આ ફિલ્મના પ્રોડ્યુસર પૂજા એન માધવે જણાવ્યું કે, “ભલે પધાર્યા (Bhalle Padharya) એ ગુજરાતી સિનેમામાં એક નવી અને વિશિષ્ટ કૉન્સેપ્ટ લઈને આવે છે, જેમાં ફોક-હોરર અને કૉમેડીનો મજા ભર્યો મિશ્રણ છે. અમે દર્શકોને એક એવો ફિલ્મી અનુભવ આપવા માંગીએ છીએ કે જે તેમને ત્રાસ અને રમૂજના ગજબના સંમિશ્રણ સાથે કનેક્ટ કરી શકે. દરેક કલાકારે ફિલ્મમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે, અને શ્રેષ્ઠ ટીમ વર્ક સાથે અમે આ ફિલ્મને એક અવિસ્મરણીય બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમારી આશા છે કે `ભલે પધાર્યા` ગુજરાતી દર્શકોને એક નવો પ્રભાવ આપશે અને તેમના દિલમાં ખાસ સ્થાન પામશે."
તો તમારા કૅલેન્ડરમાં ઑક્ટોબર 11, 2024ની તારીખની નોંધ કરો અને `ભલે પધાર્યા (Bhalle Padharya)`ના શાપિત પણ મનમોહક ગામમાં પ્રવેશવા માટે તૈયાર થઈ જાઓ—એવું સ્થાન જેને તમે ક્યારેય ભૂલશો નહીં!