તેને ખુદને ૧૬ વર્ષની ઉંમરે બ્રેસ્ટમાંથી નૉન-કૅન્સરસ ગાંઠ કઢાવવાની સર્જરી કરાવવી પડેલી. એ પછીથી તેણે બ્રેસ્ટ-કૅન્સરના વહેલા નિદાન માટેનું અભિયાન હાથ ધર્યું હતું.
ઓપલ સુચાતા ચુઆંગ્સ્રી
ગઈ કાલે હૈદરાબાદમાં યોજાયેલી ૭૨મી મિસ વર્લ્ડના ખિતાબ માટેની સ્પર્ધામાં થાઇલૅન્ડની ઓપલ સુચાતા ચુઆંગ્સ્રી ખિતાબ જીતી હતી. તેને મિસ વર્લ્ડ ૨૦૨૪ની ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પિસ્કોવાએ પોતાનો તાજ પાસ ઑન કર્યો હતો. ફર્સ્ટ રનર-અપ મિસ ઇથિયોપિયા અને સેકન્ડ રનર-અપ મિસ પોલૅન્ડ બની હતી. ભારતની નંદિની ગુપ્તા ટૉપ ૮માં પણ જગ્યા બનાવી શકી નહોતી.
મિસ વર્લ્ડનો ખિતાબ જીતેલી ઓપલ સુચાતાએ બ્રેસ્ટ હેલ્થ માટે જાગૃતિ ફેલાવવાનું કૅમ્પેન શરૂ કર્યું હતું. તેને ખુદને ૧૬ વર્ષની ઉંમરે બ્રેસ્ટમાંથી નૉન-કૅન્સરસ ગાંઠ કઢાવવાની સર્જરી કરાવવી પડેલી. એ પછીથી તેણે બ્રેસ્ટ-કૅન્સરના વહેલા નિદાન માટેનું અભિયાન હાથ ધર્યું હતું.

