° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે ગુજરાતી ફિલ્મ `ચબુતરો` વિશે મિડ-ડે સાથેે કરી વાતચીત

15 September, 2021 10:23 PM IST | mumbai | Nirali Kalani

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે તેની આગામી ફિલ્મ ચબુતરો ને લઈ મિડ-ડે ડૉટ કોમ સાથે ખાસ વાતચીત કરી હતી.

અંજલી બારોટ

અંજલી બારોટ

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે પોતાના અભિનયથી લાખો દર્શકોના દિલ જીતી લીધાં છે. હવે ફરી અંજલી બારોટ એક ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત છે. અંજલી બારોટની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. મુળ ગુજરાતના વડોદરાના અંજલી બારોટે આ ફિલ્મને લઈ મિડ-ડે ડૉટ કોમ સાથે ખાસ વાતચીત કરી હતી.

ગુજરાતી ફિલ્મ `ચબુતરો` માં અંજલી બારોટ લીડ રોલમાં જોવા મળશે. લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં અંજલી એક સરળ અને સહજ સ્વભાવની યુવતીનું પાત્ર ભજવી રહ્યાં છે. મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં અંજલીએ કહ્યું કે, આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે, જેને લઈ હું ખુબ જ ઉત્સાહિત છું, આ ફિલ્મમાં હું એક એવી યુવતીનું પાત્ર ભજવી રહી છું, જે પોતાની લાઈફને લઈ ક્લીઅર છે કે તેને શું કરવું છે.`  

વ્હાઈ એલિફન્ટ ફિલ્મ્સ દ્વારા નિર્મિત `ચબુતરો` ફિલ્મને ચાણક્ય પટેલ ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મ આવતા વર્ષે 2022માં રિલીઝ થશે. `ચબુતરો` ફિલ્મમાં અંજલી બારોટ સામે રોનક કામદાર જોવા મળશે. ગુજરાતી દર્શકોને પહેલી વાર રોનક અને અંજલીનો રોમાન્સ જોવા મળશે. 

આ પણ જુઓઃ  Anjali Barot: જ્યારે સિરિઝના આ દ્રશ્ય માટે ડાયરેક્ટરે કોઇ સૂચના નહોતી આપી

ફિલ્મ વિશે વધુમાં જણાવતાં અંજલીએ કહ્યું કે,` આ ફિલ્મમાં એક ગરબો પણ છે. જે દર્શકોને ખુબ જ પસંદ આવશે. આ ગરબાનું રિહર્સલ કર્યુ ત્યારે અમે ખુબ જ એન્જોય કર્યુ હતું, ટૂંક સમયમાં જ તેનું શૂટ થશે.` આ ઉપરાંત તેમણે કહ્યું કે,` ગરબા આપણી ગુજરાતની સંસ્કૃતિ અને આપણો ફોલ્ક ડાન્સ છે, તેથી હું પર્સનલી એવું માનું છું કે દરેક ફિલ્મમાં એક ગરબો હોવો જ જોઈએ`

ઉલ્લેખનીય છે કે, અંજલી બારોટે 50 જેટલી જાહેરાતમાં કામ કર્યુ છે. આ સાથે જ કેટલાક ડિઝિટલ શૉ પણ કર્યા છે. પરંતુ સ્કૅમ 1992થી તે વધારે લાઈમ લાઈટમાં આવ્યાં. જેમાં તેમણે હર્ષદ મહેતાની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. આ શૉ માં તેમના શાનદાર અભિનયે દર્શકોના દિલ જીતી લીધા હતા અને તે રાતોરાત છવાઈ ગયા. જો તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો, અંજલી બારોટે ફેબ્રુઆરી 2021માં ગૌરવ અરોરા સાથે લગ્ન કર્યા હતા. 

15 September, 2021 10:23 PM IST | mumbai | Nirali Kalani

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

અભિનેત્રી શીતલ પંડ્યાને થયો કોરોના, પણ આજની મેચ માટે હાઈ જોશ

શીતલે પોતે સોશિયલ દ્વારા ચાહકોને તેમની આ પરિસ્થિતિની જાણ કરી હતી.

24 October, 2021 10:53 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

અરવિંદ વેગડાએ પેટ્રોલ-ડિઝલના ભાવ પર એવી ફિરકી લીધી કે લોકો પેટ પકડીને હસી પડ્યાં

પેટ્રોલ-ડિઝલના સતત વધતાં જતાં ભાવ દરેક માટે ચિંતાનો વિષય બન્યો છે.

24 October, 2021 04:39 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

મલ્હાર ઠાકરે ડ્રીમ ગર્લ પરિણીતીના જન્મદિવસ પર કેવી રીતે પાઠવી શુભેચ્છા, જાણો

મલ્હાર ઠાકરે જ્યારે પરિણીતીને મળ્યો ત્યારે કર્યુ હતું પ્રપોઝ

22 October, 2021 05:37 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK