હાલમાં નિકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક તસવીર શૅર કરી છે જેમાં બન્ને સાથે જોવા મળે છે.
નિક જોનસ, પ્રિયંકા ચોપડા
નિક જોનસ પોતાની પત્ની પ્રિયંકા ચોપડાની પ્રશંસા કરવાની કોઈ તક ચૂકતો નથી. હાલમાં નિકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક તસવીર શૅર કરી છે જેમાં બન્ને સાથે જોવા મળે છે. આ તસવીરમાં નિક ખુરસી પર બેઠો છે અને પ્રિયંકા તેના ખોળામાં બેસેલી છે. નિકે આ તસવીર શૅર કરતાં કૅપ્શનમાં ફક્ત ‘લકી મી’ લખ્યું છે અને સાથે એક રેડ હાર્ટની ઇમોજી પણ બનાવી છે. સામે પ્રિયંકા ચોપડાએ પોતાના પતિની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું, ‘નો, મી.’ સાથે જ પ્રિયંકાએ એક ઇમોજી પણ બનાવી છે. આ જોડી વચ્ચેની આ પ્રેમભરી ક્ષણને ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

