Viraj Ghelani Nani passes away: સોશ્યલ મીડિયાનો જાણીતો ગુજરાતી ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીના નાનીનું નિધન થયું છે, આ સમાચાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ સોશ્યલ મીડિયા દ્વારા આપ્યા છે
વિરાજ ઘેલાણીના નાની ‘અનુપમા’ અને રુપાલી ગાંગુલીના બહુ મોટા ફેન હતા
કી હાઇલાઇટ્સ
- ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીના નાની છેલ્લા થોડાક સમયથી બિમાર હતા
- વિરાજ અને નાનીના વીડિયો બહુ મજેદાર હોય છે
- ૮૩ વર્ષની ઉંમરે ભાનુબેન ઠક્કરે લીધા અંતિમ શ્વાસ
સોશ્યલ મીડિયાનો જાણીતો ગુજરાતી ઈન્ફ્લુએન્સર, એક્ટર અને સ્ટેન્ડઅપ કૉમેડિયન વિરાજ ઘેલાણી (Viraj Ghelani) તેના ફની કન્ટેન્ટથી હંમેશા લોકોને હસાવતો રહે છે. જોકે સહુને હસાવનાર વિરાજ ઘેલાણી અત્યારે સૌથી વધારે દુઃખી છે. કારણકે, વિરાજ ઘેલાણીના વ્હાલાં નાનીનું નિધન (Viraj Ghelani Nani passes away) થયું છે. વિરાજ ઘેલાણીનાના નાનીનું નિધન થયું હોવાની માહિતી ‘અનુપમા’ (Anupamaa) ફૅમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી (Rupali Ganugly)એ સોશ્યલ મીડિયા દ્વારા આપી છે.
વિરાજ ઘેલાણીના નાનીનું તાજેતરમાં અવસાન થયું છે. ગુજરાતી એક્ટરે આ વિષે કોઈ માહિતી નથી આપી. પરંતુ તેમના મૃત્યુના સમાચાર અભિનેત્રી રૂપાલી ગાંગુલી દ્વારા સોશલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શૅર કરવામાં આવ્યા હતા. ‘અનુપમા’ સ્ટારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિરાજના નાની સાથેનો પોતાનો તાજેતરનો ફોટો શૅર કર્યો હતો. સ્ટોરીના કેપ્શનમાં, તેણે નાનીને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, ‘તમને યાદ કરવામાં આવશે’.
ADVERTISEMENT
રૂપાલી ગાંગુલીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
નાનીના નિધન અંગે વિરાજ ઘેલાણીએ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ નિવેદન આપ્યું નથી. માત્ર રુપાલી ગાંગુલીએ સ્ટોરીમાં તેમને શ્રદ્ધાંજલી આપી છે. વિરાજ ઘેલાણીના નાની ભાનુબેન ઠક્કરની ઉંમર ૮૩ વર્ષ હતી.
વિરાજ ઘેલાણી તેના નાનીના ખુબ નજીક છે. તે નાની સાથે વીડિયો બનાવે છે અને તેમની સાથે રોજીંદા જીવનમાં થતી મસ્તી પણ સ્ટોરીમાં શૅર કરતો રહે છે. નાની ઘણીવાર તેના વીડિયોમાં દેખાતા હતા, તે રૂપાલી ગાંગુલીની સિરિયલ અનુપમાના મોટા ચાહક હતા. ઉંમર સંબંધિત સમસ્યાઓને કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તાજેતરમાં જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મહિનાની શરૂઆતમાં વિરાજ ઘેલાણીના નાની હૉસ્પિટલથી ઘરે આવ્યા બાદ રુપાલી ગાંગુલી તેમની મુલાકાત લેવા કાંદિવલી (Kandivali) સ્થિત તેમના ઘરે મળવા ગઈ હતી. વિરાજે તેમની મુલાકાતની ભાવનાત્મક ક્ષણને કેદ કરી હતી અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરો અને વીડિયોમા નાની અને રુપાલી વચ્ચેનું સરસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. સાથે જ વિરાજ ઘેલાણીએ કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘જ્યારે રૂપાલીને નાનીના સ્વાસ્થ્ય વિશે ખબર પડી, ત્યારે તે નિયમિતપણે ફોન પર મારી સાથે વાત કરતા હતા જેથી બધું બરાબર છે કે નહીં તેની ખાતરી કરી શકાય. ગઈકાલે, તેઓ તેમના વ્યસ્ત શૂટિંગમાંથી સમય કાઢીને કાંદિવલીમાં અમારા ઘરે મુલાકાત લીધી. નાની ખૂબ જ રોમાંચિત થઈ ગઈ, જાણે બાળક તેના સુપરહીરોને મળી રહ્યું હોય એમ. આ અવિસ્મરણીય આનંદ માટે આભાર, રૂપાલી.’
View this post on Instagram
વિરાજ ઘેલાણીના નાની ભાનુબેન માત્ર રુપાલી ગાંગુલીના જ નહીં પણ સહુના લાડકવાયા છે. વિરાજ અને તેમના અનેક ફની વીડિયોએ ચાહકોના દિલ જીત્યાં છે. ફેન્સ સતત વિરાજને પુછતાં જ હોય છે કે, નાની સાથેનો નવો વીડિયો ક્યારે આવશે?
View this post on Instagram
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિરાજ ઘેલાણીએ સોશ્યલ મીડિયા પર લોકપ્રિયતા મેળવ્યા બાદ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. તેને `લિટલ થિંગ્સ` (Little Things) અને `વોટ ધ ફોક્સ` (What the Folks) સહિત અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે. વિરાજે `ગોવિંદા નામ મેરા` (Govinda Naam Mera) ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને બાદમાં બ્લોકબસ્ટર ફિલ્મ `જવાન` (Jawan)માં પણ કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મોમાં વિરાજ ઘેલાણીએ માનસી પારેખ (Manasi Parekh) સાથે ‘ઝમકુડી’ (Jhamkudi) દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મને બૉક્સ-ઑફિસ પર જબજસ્ત સફળતા મળી હતી. એટલું જ નહીં, વિરાજ ઘેલાણીએ તેના ગુજરાતી સ્ટેન્ડ-અપ કોમેડી શો, ‘ધેટ્સ સો વિરાજ - વિથ ફ્રેન્ડ્સ’ (That`s So Viraj – With Friends)ને ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સ્થળોએ લઈ ગયો છે.

