આ તસવીરમાં અવિકા કારમાં મિલિંદને કિસ કરતી જોવા મળી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અવિકા ગોર તેની પર્સનલ લાઇફમાં બહુ વ્યસ્ત છે. હાલમાં તેણે લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ મિલિંદ ચાંદવાણી સાથે સગાઈ કરી લીધી અને પછી તેણે સગાઈની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી. હવે અવિકાએ સોશ્યલ મીડિયામાં મિલિંદ સાથેની રોમૅન્ટિક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં અવિકા કારમાં મિલિંદને કિસ કરતી જોવા મળી. બન્ને એકસાથે ખૂબ ખુશ અને ઉત્સાહી દેખાતાં હતાં.

