મન્નારા ચોપડાના પિતા ઍડ્વોકેટ રમણરાય હાંડાનું સોમવારે ૧૬ જૂને ૭૨ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું
મન્નારાએ પિતાને આપી વિદાય
મન્નારા ચોપડાના પિતા ઍડ્વોકેટ રમણરાય હાંડાનું સોમવારે ૧૬ જૂને ૭૨ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું. બુધવારે તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ઓશિવરા હિન્દુ સ્મશાનભૂમિમાં થયા હતા. આ અંતિમ સંસ્કારનો એક હૃદયસ્પર્શી વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ બન્યો છે જેમાં મન્નારા અને તેની બહેન મિતાલી હાંડા પોતાના પિતાની અરથીને ખભા પર ઉઠાવીને સ્મશાનભૂમિ તરફ લઈ જતી જોવા મળે છે. ભારે વરસાદ વચ્ચે બન્ને બહેનો રડતી નજરે પડે છે, ખાસ કરીને મિતાલીની આંખોમાંથી આંસુ રોકાતાં નથી અને તેમના ચહેરા પર પિતાની ખોટનું ઊંડું દુઃખ દેખાય છે. મન્નારા પોતાને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે પણ ભાવુક થઈને માતા કામિની ચોપડા હાંડા અને બહેનને સહારો આપતી જોવા મળે છે.

