ગુરુવારે મન્નારાના પપ્પાની યાદમાં ગુરુદ્વારામાં પ્રાર્થનાસભા યોજાઈ હતી જેમાં ટીવી-ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા
વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે
મન્નારા ચોપડાના પિતા રમણરાય હાંડાનું સોમવારે ૧૬ જૂને બીમારીથી મુંબઈમાં અવસાન થયું હતું. ગુરુવારે મન્નારાના પપ્પાની યાદમાં ગુરુદ્વારામાં પ્રાર્થનાસભા યોજાઈ હતી જેમાં ટીવી-ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ પ્રેયર-મીટમાં મન્નારા તેની મમ્મી કામિની ચોપડા હાંડા, બહેન મિતાલી હાંડા અને પરિવારના અન્ય સભ્યો સાથે હાજર હતી. તે ભારે વરસાદમાં પપ્પાની તસવીર છાતીસરસી ચાંપીને ગુરુદ્વારા પહોંચી હતી. એના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. પ્રિયંકા ચોપડાનો ભાઈ સિદ્ધાર્થ ચોપડા પણ આ પ્રાર્થનાસભામાં હાજર રહ્યો હતો અને મન્નારાને ટેકો આપતો જોવા મળ્યો હતો.

