૪ વર્ષનું આ જે સેલિબ્રેશન હતું એ સાવ જ નવી સ્ટાઇલથી કરવામાં આવ્યું
‘કુંડલી ભાગ્ય’માં વાત કરણ અને પ્રીતાની લવસ્ટોરીની છે
ઝીટીવીના પૉપ્યુલર શો ‘કુંડલી ભાગ્ય’ને ૪ વર્ષ પૂરાં થયાં. ૪ વર્ષનું આ જે સેલિબ્રેશન હતું એ સાવ જ નવી સ્ટાઇલથી કરવામાં આવ્યું. આજના સમયમાં જનરલ એન્ટરટેઇનમેન્ટ શોને ૧૦૦૦ એપિસોડ થવા એ જરા પણ નાની વાત નથી. ‘કુંડલી ભાગ્ય’એ આ ૪ વર્ષના સેલિબ્રેશનને ૪ની સાથે જોડવાનું કામ કર્યું. પાર્ટી પણ ૪ રાખી અને દરેકેદરેક પાર્ટીમાં કેક પણ ૪ મગાવવામાં આવી. ક્રીએટિવ અને ઍક્ટર્સની ટીમ ઉપરાંત ક્રૂ અને કૅમેરા ટીમ પાસે આ કેક કટિંગ કરવામાં આવી. ‘કુંડલી ભાગ્ય’ના લીડ હીરો કરણ એટલે કે ધીરજ ધુપરે કહ્યું કે ‘શો જે રીતે ચાર્ટ પર ટોચના પાંચ શો પૈકી એક છે એને જોતાં હું કહીશ કે આ શો આવતાં ૪ વર્ષ સુધી ૧૦૦ ટકા આમ જ ચાલતો રહેશે.’
‘કુંડલી ભાગ્ય’માં વાત કરણ અને પ્રીતાની લવસ્ટોરીની છે. પ્રેમ ક્યારેય કોઈ કુંડલીનો મોહતાજ નથી હોતો એની વાત શોમાં કરવામાં આવે છે.

