° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


શો મસ્ટ ગો ઑન

19 October, 2021 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હાથમાં ૬ ટાંકા આવ્યા હોવા છતા ‘મીત’નું શૂટિંગ કર્યું શગુન પાન્ડેએ

શગુન પાન્ડે

શગુન પાન્ડે

શગુન પાન્ડેને હાથમાં ૬ ટાંકા આવ્યા હોવા છતાં તેણે કામ પ્રત્યે સમર્પણ દેખાડતાં ‘મીત’નું શૂટિંગ કર્યું છે. ઝીટીવી પર આવતા આ શો લોકોમાં લોકપ્રિય છે. આ સિરિયલ સોમવારથી શનિવારે સાંજે સાડાસાત વાગ્યે દેખાડવામાં આવે છે. શોમાં આશી સિંહ જે મીત હૂડાનું પાત્ર ભજવે છે તે સમાજની અનેક મહિલાઓ જે સામાજિક પડકારોને મહાત આપીને પોતાની જવાબદારી પૂરી કરે છે. મીત હૂડાનાં લગ્ન મીત અહલાવતનું પાત્ર ભજવનાર શગુન સાથે થાય છે. શોના શૂટિંગ દરમ્યાન શગુન ગંભીર રીતે જખમી થયો છે. શૂટિંગ દરમ્યાન ધારદાર ચાકુ ભૂલથી તેના હાથમાં ઘૂસી ગયું હતું એને કારણે તેને ૬ ટાંકા આવ્યા છે. જોકે સારવાર લીધા પછી તરત શગુન સેટ પર પાછો આવ્યો હતો.

એ વિશે શગુને કહ્યું હતું કે ‘જખમ અને હું હંમેશાં એકબીજાના પડછાયાની જેમ રહીએ છીએ. એક વાત કહી દઉં કે મારા દરેક પ્રોજેક્ટમાં મને ઈજા થાય જ છે. સ્ટન્ટ કે પછી ઍક્શન સીક્વન્સ કરતી વખતે મને ઈજા થાય છે. જોકે ભગવાનની મારા પર ઘણી કૃપા રહી છે કે હું હંમેશાં એમાંથી બહાર નીકળી આવ્યો છું. હું જ્યારે ‘મીત’ના સેટ પર જખમી થયો ત્યારે મને જાણ થઈ હતી કે ઘા ખૂબ ઊંડો છે. હું તરત હૉસ્પિટલ ગયો હતો. મને ખૂબ પીડા થઈ રહી હતી. જોકે હું હૉસ્પિટલમાંથી તરત સેટ પર પહોંચી ગયો હતો, કેમ કે હું નહોતો ચાહતો કે નાનીઅમસ્તી બાબતને કારણે લાઇફની મોટી વસ્તુઓ પર અસર પડે. હું એટલું જરૂર કહીશ કે પ્રોડક્શનની ટીમ મારી સાથે ખૂબ મદદશીલ રહી છે. તેમણે મને ઘરે જઈને આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ મારું ધ્યાન એ પીડામાંથી હટાવવા માટે હું કામ કરવા માગતો હતો. પ્રામાણિકપણે કહું તો આ બધી ઘટનાઓથી તમારા કૅરૅક્ટરની ઓળખ થાય છે. એમાંથી તમે કઈ રીતે બહાર આવો છો એ પણ મહત્ત્વ રાખે છે. આવી સ્થિતિમાંથી તમે લાઇફમાં અનેક વખત પસાર થાઓ છો, પરંતુ જો આજે તમે બહાનાં બતાવીને ઘરે બેસો તો લાઇફમાં ક્યાંય આગળ નહીં વધી શકો. મને લાગે છે કે મારા કામ પ્રત્યેના સમર્પણને કારણે હું જીવનમાં આગળ વધીશ.’

19 October, 2021 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ ૧૫’ના હાઉસમાં શમિતાએ કદી પણ મને સપોર્ટ નથી કર્યો : વિશાલ કોટિયન

તાજેતરમાં જ વિશાલ, જય ભાનુશાલી અને નેહા ભસીનનું એવિક્શન થયું છે

29 November, 2021 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘મરને કે લિએ થોડા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત ઝહર પીના પડતા હૈ’

‘બિગ બૉસ’ના ઘરમાંથી ઇવિક્ટેડ થયા બાદ આવું કહ્યું જય ભાનુશાલીએ

28 November, 2021 10:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કપિલ શર્મા શોના ગાર્ડ્સે સ્મૃતિ ઈરાનીને ન આપ્યો પ્રવેશ

ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને કપિલ શર્મા શોના ગેટકીપર વચ્ચે થઈ હતી.

24 November, 2021 08:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK