Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીની બીજી સીઝન જોવા માટે રાહ જોવી પડશે

ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીની બીજી સીઝન જોવા માટે રાહ જોવી પડશે

Published : 01 July, 2025 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રીમિયર માટે પહેલાં ૩ જુલાઈ નક્કી કરવામાં આવી હતી, પણ ફેરફારને કારણે હવે એ પોસ્ટપોન

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’


એકતા કપૂરના લોકપ્રિય શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝનના પ્રીમિયરની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે જુલાઈના પહેલા અઠવાડિયામાં આ શો ટેલિકાસ્ટ થશે અને ૧૫૦ એપિસોડ જોવા મળશે. સાથે જ શોમાં ઍક્ટર જિતેન્દ્ર પણ હશે, પરંતુ હવે આ પ્લાનિંગમાં ટ્વિસ્ટ આવ્યો છે. શોમાં મિહિરનો રોલ કરનાર લીડ ઍક્ટર અમર ઉપાધ્યાયે જણાવ્યું છે કે બીજી સીઝનના રીબૂટમાં વિલંબ થઈ શકે છે, કારણ કે એકતા કપૂર સેટમાં કેટલાક ફેરફાર કરવા માગે છે.


અમર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘શોના સેટ પર ફરીથી કામ કરવું પડ્યું છે, કારણ કે સ્ક્રીન પર કલર-કૉમ્બિનેશન એટલું સારું નહોતું લાગતું જેટલું લાગવું જોઈએ. એકતાને ખબર છે કે તેને શું જોઈએ કારણ કે તે પર્ફેક્શનિસ્ટ છે. આ માત્ર એક શો નથી, પરંતુ એક વારસો છે અને તે શો માટે બધું જ શ્રેષ્ઠ ઇચ્છે છે.’ રિપોર્ટ પ્રમાણે શોની નવી સીઝનના પ્રીમિયર માટે ૩ જુલાઈ નક્કી કરવામાં આવી હતી, કારણ કે આ દિવસે શોની પચીસમી ઍનિવર્સરી છે. જોકે ફેરફારને કારણે હવે આ દિવસે એ રિલીઝ નહીં થાય.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK