° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


બિગ બૉસ OTT:પ્રથમ સિઝનમાં દિવ્યા અગ્રવાલ બની વિજેતા, શમિતા શેટ્ટી ત્રીજા નંબર પર

19 September, 2021 12:22 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

બિગ બૉસ OTTની પ્રથમ સિઝનનો અંત આવ્યો છે અને શોને તેની પ્રથમ વિજેતા મળી ગઈ છે.

દિવ્યા અગરવાલ

દિવ્યા અગરવાલ

બિગ બૉસ OTTની પ્રથમ સિઝનનો અંત આવ્યો છે અને શોને તેની પ્રથમ વિજેતા મળી ગઈ છે. બિગ બૉસ OTTની ટ્રોફી દિવ્યા અગ્રવાલે  જીતી છે. ટ્રોફી જીત્યા બાદ તે ખૂબ જ ખુશ હતી. સૌએ તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. શોના અંતમાં ત્રણ સ્પર્ધક ફિનાલેમાં પહોંચ્યા હતા. શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ અને દિવ્યા અગ્રવાલનો સમાવેશ થતો હતો. 

નિશાંત ભટ્ટ રનરઅપ રહ્યાં અને શમિતા શેટ્ટી શોમાં ત્રીજા નંબર પર રહી હતી. પ્રતીક સહજપાલે બિગ બૉસ 15માં જવાનો વિકલ્પ પસંદ કરી બિગબોસ OTTના વિનરની રેરસમાંથી બહાર કરવામાં આવેલો. જ્યારે રાકેશ બાપત ચોથા નંબર પર રહેલો.

 બિગ બૉસ ઓટીટીમાં ફિનાલે રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકોએ ઘણી મહેનત કરેલી. તમામ સ્પર્ધકોએ આ સમયે ફેન્સને એન્ટરટેન કરવાનો પ્રયત્ન કરેલો. શૉ દરમિયાન નેહા ભસીન ચર્ચામાં રહી હતી, પરંતુ તે ફિનાલે સુધી પહોંચી શકી નહોતી. શોમાં ફિનાલે રાઉન્ડમાં રાકેશ બાપત, શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ, દિવ્યા અગ્રવાલ અને નિશાંત ભટ્ટ પણ જોવા મળ્યા હતા.

બિગ બૉસ OTTના ફિનાલેમાં  પ્રતીક સહજપાલે મોટો નિર્ણય લીધો. તે જાતે જ બિગ બૉસ OTTના વિનરની સ્પર્ધામાંથી બહાર થઈ ગયો. તેણે સલમાન ખાનના શો બિગ બૉસ 15માં ભાગ લેવાનો વિકલ્પ પસંદ કર્યો. આ સાથે સલમાન ખાનના શો બિગબોસ 15ના કન્ફર્મ્ડ સ્પર્ધક બની ગયો. હવે બિગ બૉસ 15નો હિસ્સો બનશે. ઉલ્લેખનીય છે કે પોતાના ગુસ્સાને લઈ પ્રતીક સહજપાલ શોમાં લાઈમ લાઈટમાં આવ્યો.

    

19 September, 2021 12:22 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

બ્રિગેડિયર બલસારા બનશે શાહિદ કપૂર

સત્યઘટના પર આધારિત એક્શનથી ભરપૂર ‘બુલ’માં તે પેરાટ્રૂપર બનશે

22 October, 2021 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સમય થઈ ગયો છે ‘બ્રીધ’ કરવાનો

અભિષેક બચ્ચન અને અમિત સાધ ફરી થશે આમને-સામને

21 October, 2021 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સ્ટૅન્ડ-અપ બનશે કરણ

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘વન માઇક સ્ટૅન્ડ’ની બીજી સીઝનમાં તે દેખાશે

20 October, 2021 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK