Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 04 January, 2026 06:59 AM | Modified : 04 January, 2026 08:47 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
ધીરજ રાખો અને ધીમી ગતિએ ચાલતી કોઈ પણ પરિસ્થિતિ પર વ્યવસ્થિત રીતે કામ કરો. કૌટુંબિક સમસ્યાનો સામનો કરતી વખતે તમારી અંતઃ પ્રેરણાને સાંભળો અને કૌટુંબિક રાજકારણથી દૂર રહેવાનો પ્રયાસ કરો. ખૂબ કાળજીપૂર્વક વિશ્લેષણ અને વિચાર કર્યા પછી જ કારકિર્દીમાં ફેરફાર કરો. કોઈ પણ ક્રોનિક સ્વાસ્થ્ય-સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ. તમારા ડૉક્ટરની સલાહ લેવામાં વિલંબ કરશો નહીં. 

જીવનસાથી તરીકે કૅપ્રિકોર્ન 
કૅપ્રિકોર્ન રાશિના જાતકો માટે લગ્ન એક મહત્ત્વપૂર્ણ પ્રતિબદ્ધતા છે અને તેઓ સામાન્ય રીતે તેમનાં લગ્નમાં એ જ પ્રયત્નો કરે છે જે તેઓ તેમની કારકિર્દીમાં કરે છે. એક ટીમ તરીકે સાથે કામ કરવું તેમના માટે મહત્ત્વપૂર્ણ છે અને તેઓ તેમના જીવનસાથી સાથે મળીને સુરક્ષિત ભવિષ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કૅપ્રિકોર્ન રાશિના જાતકોમાં સામાન્ય રીતે મોટા ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા હોય છે, જે તેમના લગ્નજીવનમાં સ્થિરતા લાવે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


કોઈ પણ પરિસ્થિતિનો ઝડપથી સામનો કરો અને શક્ય એટલી ઝડપથી આગળ વધતી ચીજોને અંકુશમાં લો. ખૂબ સારાં લાગતાં હોય તો પણ જોખમી રોકાણો કરવાનું ટાળો.
હેલ્થ ટિપ : જો તમે લાંબા ગાળે સારું સ્વાસ્થ્ય ટકાવી રાખવા માગતા હો તો તમારી સારી આદતોમાં શિસ્તબદ્ધ રહેવું મહત્ત્વપૂર્ણ છે. ખાતરી કરો કે તમે પૂરતું પાણી પીઓ છો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કોઈ પણ પ્રતિબંધિત પરિસ્થિતિનો સામનો ધ્યાન અને સ્પષ્ટતા સાથે કરી શકાય છે. રોકાણ અને નાણાકીય બાબતો માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : જેમને વારંવાર માથાનો દુખાવો થાય છે તેમણે તપાસ કરવી જોઈએ કે શું કોઈ ચોક્કસ ખોરાક કે પીણું માથાના દુખાવાનું કારણ છે. વૃદ્ધોએ નિયમિત ઉંમરને અનુરૂપ કસરત કરવી જોઈએ.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કામ પર તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો અને જો તમારે નિર્ણય લેવાની જરૂર હોય તો વ્યવહારુ પસંદગી કરો. તમારા જીવનસાથી સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવો.
હેલ્થ ટિપ : જે લોકો એવી નોકરીમાં છે જે તેમને સ્પૉટલાઇટમાં અથવા ઑનલાઇન લાવે છે તેઓ એક નાનો ફિટનેસ મેકઓવર કરાવવા માગે છે. તમારા ડૉક્ટરની કોઈ પણ સલાહ પર ધ્યાન આપો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ પણ કાનૂની પરિસ્થિતિ અચાનક બદલાઈ શકે છે અને તમારે સારી રીતે તૈયાર રહેવાની જરૂર છે. સિંગલ લોકો માટે આ એક સકારાત્મક સમય છે. તમે શું ઇચ્છો છો એ વિશે ખૂબ ચોક્કસ રહો.
હેલ્થ ટિપ : જો તમે તમારી સંભાળ નહીં રાખો તો કોઈ પણ જૂની બીમારી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

ભૂતકાળને ભૂલી જાઓ, પણ એમાંથી શીખો જેથી તમે ભૂલોનું પુનરાવર્તન ન કરો. જોખમી નાણાકીય પસંદગીઓ અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો.
હેલ્થ ટિપ : જો તમને માઇગ્રેન હોય તો ઉશ્કેરણીજનક પરિસ્થિતિ ટાળવાનું રાખો જે તમારા માટે સારું છે. આદતોમાં નાના બદલાવ સમય જતાં ફેરફાર લાવશે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમારા માટે કામ કરે એવું સંતુલન શોધો અને જે નથી એને છોડી દો. શક્ય હોય તો મુશ્કેલ લોકો સાથે વ્યવહાર કરવાનું ટાળો અને જેમને તમે ટાળી શકતા નથી તેમને સમજદારીપૂર્વક સંભાળો.
હેલ્થ ટિપ : જેમને મેડિકલ ચેકઅપની જરૂર છે તેમણે વિલંબ ન કરવો જોઈએ. જો તમારું પાચનતંત્ર સંવેદનશીલ હોય તો તમે શું ખાઓ છો એના વિશે સચેત રહો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમારી વાતચીતમાં ખૂબ સ્પષ્ટ રહો અને એવું ન માનો કે સામેની વ્યક્તિ તમને યોગ્ય રીતે સમજી ગઈ છે. સિંગલ લોકો માટે આ સારો સમય છે.
હેલ્થ ટિપ : જેમને કમર કે નિતંબની સમસ્યા હોય તેમણે થોડી વધુ કાળજી રાખવી જોઈએ. કસરત કરતી વખતે વિચલિત ન થાઓ. સંતુલિત સમયપત્રક જાળવો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પણ પડકારનો શાંતિથી સામનો કરો અને બોલતાં પહેલાં વિચારો. ભૂતકાળના અનુભવો પરથી પ્રતિક્રિયા આપવાને બદલે સારી રીતે સમજી-વિચારીને નિર્ણયો લો.
હેલ્થ ટિપ : જો તમે થોડા સમયથી તમારી આંખોની તપાસ ન કરાવી હોય તો એ તપાસ કરાવી લો. તમારે લાઇફસ્ટાઇલમાં જે ફેરફાર કરવાની જરૂર હોય એમાં સુસંગત રહો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારી અંગત અને પ્રોફેશનલ લાઇફને સમાધાન કર્યા વિના શક્ય એટલી સંતુલિત કરો. બૉસ અને વરિષ્ઠ લોકો સાથે બુદ્ધિ અને સાવધાનીથી વ્યવહાર કરો.
હેલ્થ ટિપ : જો તમે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માગો છો તો જે તમારા માટે સારી નથી એવી એક નાની આદત તમને પાછળ રાખી શકે છે. કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જેમાં કાનૂની બાબતનો સમાવેશ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિનો તમે સામનો કરી રહ્યા હો તો ખૂબ જ સ્પષ્ટ વાતચીતની જરૂર પડશે. એવી કોઈ પણ મિત્રતાને છોડી દો જે હવે સકારાત્મક નથી.
હેલ્થ ટિપ : એક શિસ્તબદ્ધ દિનચર્યા મહત્ત્વપૂર્ણ છે અને એ જ રીતે તમે જે નાની લાઇફસ્ટાઇલ પસંદ કરો છો એ પણ મહત્ત્વપૂર્ણ છે. જેમને ગૅસ્ટ્રિક સમસ્યા છે તેમણે કાળજી રાખવાની જરૂર છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમારા મનની વાત સ્પષ્ટપણે બોલતાં પહેલાં તમારી પાસે જે વિકલ્પો છે એ જુઓ. કૌટુંબિક પરંપરાઓ પર ધ્યાન આપો અને એનું પાલન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો.
હેલ્થ ટિપ : જો તમને હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા હોય તો થોડી વધારાની કાળજી લો. જે લોકો બાળક મેળવવા માગે છે તેઓ સકારાત્મક તબક્કામાં છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ પણ સત્તાવાળા સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહો. હાલ પૂરતું કોઈ પણ યોજના તમારા પૂરતી રાખો અને તમારા નજીકના લોકો સાથે પણ એના વિશે અકાળે વાત ન કરો.
હેલ્થ ટિપ : એક આદત જે એટલી સારી નથી એ આંચકો આપી શકે છે. જેમને બ્લડ-સર્ક્યુલેશન સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યા છે તેમણે પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2026 08:47 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK