Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 04 May, 2025 07:04 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


જીવનસાથી તરીકે ટૉરસ
વિશ્વસનીય અને સરળ, ટૉરસ રાશિના લોકો શ્રેષ્ઠ રીતે અપવાદરૂપ જીવનસાથી બની શકે છે. ટૉરસ રાશિના લોકો એક વાર વચન આપે છે તો તેઓ લાંબા સમય સુધી તેમના લગ્નજીવનમાં રહે છે. તેઓ જીવનમાં આધારસ્તંભ સમાન હોય છે અને જ્યારે સંબંધોમાં પડકારોનો સામનો કરવાનો આવે છે ત્યારે તેઓ ભાગતા નથી. ટૉરસ રાશિના લોકો ખૂબ ઉદાર પણ હોઈ શકે છે  અને ગિફ્ટ આપવાનું અને તેમના જીવનસાથીને પ્રેમથી બગાડવાનું પસંદ કરે છે.


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમે કોના પર વિશ્વાસ કરી શકો છો એ જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તમારી પાસે જે યોજનાઓ છે એ વાસ્તવિકતામાં ન આવે ત્યાં સુધી એના વિશે વાત ન કરવી વધુ સારું રહેશે અને પછી પણ લોકોને જાણવાની જરૂરિયાતના આધારે વ્યક્તિગત માહિતી આપવી જોઈએ. સિનિયર લોકોએ પોતાની જાતની થોડી વધુ કાળજી લેવી જોઈએ અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં ખાતરી કરી લો કે તમારી પાસે જરૂરી બધી જાણકારી છે. સલામત રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમે ગુમાવી શકો એ કરતાં વધુ જોખમ લેવાનું છોડો.
જીવન ટિપ : બીજા શું વિચારી શકે છે એ અંગે કોઈ ડર કે ચિંતા કરવાને બદલે તમારા અંતરાત્માને સાંભળો. તમે એકલા જ જાણો છો કે સર્વાંગી દૃષ્ટિકોણથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


તમે ખૂબ જ લાગણીશીલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હો તો સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે તમારું વર્કઆઉટ રૂટીન બદલવા માગતા હો તો તાકાત અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરો.
જીવન ટિપ : નિયમિત અને સતત પ્રયાસ એ તમારા જીવનના કોઈ પણ ભાગમાં સુધારો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે જેના પર તમે કામ કરવા માગો છો. જરૂરી કાર્ય કરવામાં ડરશો નહીં.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

બોલતા પહેલાં વિચારો અને એવું કોઈ પણ કમિટમેન્ટ ન કરો જે તમે પાળવા માગતા નથી. સિનિયર લોકોએ તેમની તબિયતનું થોડું વધારે ધ્યાન રાખવાની જરૂર છે.
જીવન ટિપ : તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને નકારાત્મક લોકોને અવગણો. યાદ રાખો કે દરેક વ્યક્તિ તમને સફળ થતાં જોઈને ખુશ નહીં થાય, ભલે તેઓ એવું બતાવતા હોય કે તેઓ ખુશ છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

ઈ-મેઇલ્સ અને મેસેજ મોકલતાં પહેલાં એમને ફરીથી વાંચો, શક્ય હોય તો સરળ અને સ્પષ્ટ શબ્દોનો ઉપયોગ કરો. તમને કોઈ મદદ કે માર્ગદર્શનની જરૂર હોય તો તમારા પ્રોફેશનલ નેટવર્કનો વધારે ઉપયોગ કરો.
જીવન ટિપ : જો તમે કોઈ પણ પરિસ્થિતિ બદલવા માગતા હો તો પ્રયત્નો કરવા તૈયાર રહો, પછી ભલે એ માટે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે અને ગણતરીપૂર્વકનું જોખમ લેવું પડે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોઈ પણ વધારાની જવાબદારીઓ લેતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો, ભલે તમને લાગે કે એ તમારી ફરજ છે. કોઈ પણ કાનૂની બાબતને વિગતો પર ધ્યાન આપીને સંભાળો.
જીવન ટિપ : તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો, પરંતુ યાદ રાખો કે ફક્ત એના માટે અલગ રહેવાથી તમારા જીવનમાં કોઈ વાસ્તવિક પરિવર્તન કે મૂલ્ય નહીં આવે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ફરજના સ્થળ પર તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો અને કોઈ પણ ઑફિસ રાજકારણને અવગણો. કોઈ પણ પડકારજનક સંબંધનો સામનો કરવા માટે પરિપક્વ અને દયાળુ વલણ દાખવવું જોઈએ.
જીવન ટિપ : જેને સરળતાથી સંયોગ ગણી શકાય એના પર ધ્યાન આપો. ખુલ્લું મન રાખો અને લોકોને તેઓ જેવા છે એવા સ્વીકારવા માટે તૈયાર રહો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જો તમારે મુસાફરી કરવાની હોય તો તમારી જાતનું થોડું વધારે ધ્યાન રાખો. જે લોકો મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરે છે તેમના માટે આ સારો સમય છે.
જીવન ટિપ : જો કંઈક ખોટું થઈ રહ્યું છે એમ લાગતું હોય તો તમારા અંતરાત્માને સાંભળો. ધીરજ રાખો અને કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં જરૂરી બધી હકીકતો મેળવો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

ભૂતકાળમાં જે બન્યું એ ભૂલી જાઓ, પણ એમાંથી શીખવા જેવા પાઠ શીખી લો. એવી કોઈ ભૂલ ન કરો કે જે તમે ભૂતકાળમાં કરી ચૂક્યા હોય. બિનજરૂરી રીતે પૈસા ખર્ચવાનું આવે તો ટાળો.
જીવન ટિપ : તમારી જાતને મર્યાદા વિના ખીલવા દો. તમે વ્યક્તિગત તેમ જ પ્રોફેશનલ લાઇફમાં શ્રેષ્ઠ આપો અને જીવન તમને જે આપે છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જે લોકો સંબંધોમાં પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેઓ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. સ્વરોજગાર ધરાવતા વ્યવસાયીઓ માટે આ એક સકારાત્મક સમય છે.
જીવન ટિપ : ભૂતકાળના કોઈ પણ આઘાતમાંથી બહાર નીકળો અને મનમાં બાંધેલી પૂર્વધારણાઓના આધારે નિર્ણયો ન લો. તમે જે વિચારો છો એના કરતાં ઘણું વધારે કરવા તમે સક્ષમ છો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જો તમે ખરેખર એવું કંઈક કરવા માગતા ન હો, પણ કરવું પડે તો કામમાં વિલંબ કરવાનું ટાળો. જે લોકો કોઈ પણ જૂની બીમારીથી પીડાય છે તેમણે પોતાની ખૂબ કાળજી લેવાની જરૂર છે.
જીવન ટિપ : તમે જે પણ પરિસ્થિતિ બદલવા માગો છો એમાં તમારે એક પગલું પાછળ હટવું પડશે અને ખરેખર તમે શું ઇચ્છો છો એ વિશે વિચારવું પડશે. યાદ રાખો કે દેખાવ ભ્રામક હોઈ શકે છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

પૈસા ખર્ચવા કરતાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જેઓ નવા સંપર્કો બનાવવા માગે છે એવા સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે આ એક સકારાત્મક સમય છે.
જીવન ટિપ : તમારામાં વિશ્વાસ રાખો. તમારા વિચારો કરતાં તમારી પાસે વધુ આંતરિક શક્તિ અને હિંમત છે. તમે જે યોગ્ય જાણો છો એ કરો, ભલે એ તમને અસ્વસ્થતા આપે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

વાતચીતમાં ખૂબ સ્પષ્ટ રહો અને ખાતરી કરો કે તમે બીજી વ્યક્તિના દૃષ્ટિકોણને સમજો છો. કામ પર જવાબો સાથે ઝડપી બનો અને સમયરેખાને વળગી રહો.
જીવન ટિપ : ભૂતકાળમાં તમે શું કરી શકતા હતા એના આધારે તમારી ક્ષમતાઓનું મૂલ્યાંકન ન કરો. તમે હવે ઘણું બધું કરી શકો છો. તમારા કમ્ફર્ટ ઝોનથી આગળ વધવા માટે તૈયાર રહો.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2025 07:04 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK