દિવાળીની પાર્ટીમાં માત્ર તમારાં કપડાં જ નહીં, વાઇબ્રન્ટ આઇ મેકઅપ પણ જરૂરી છે. એક્સપર્ટનું કહેવું છે કે આ વખતે ક્રીએટિવિટી વિથ ટચ ઑફ સ્પાર્કલ ટ્રેન્ડમાં છે.
ચહેરાને સુંદર બનાવતી આંખોને વધુ સુંદર બનાવવા એક નહીં અનેક રંગોનો ઉપયોગ થઈ રહ્યો છે
અત્યારની આનંદ અને ઉત્સાહથી થનગનતી ફેસ્ટિવ સીઝનમાં યુવતીઓ બોલ્ડ અને વાઇબ્રન્ટ લુકને પહેલી પસંદ આપી રહી છે. બોરીવલીનાં પ્રખ્યાત મેકઅપ અને હેર-બ્યુટી એક્સપર્ટ ઝરણા બોરીચા કહે છે, ‘આ વર્ષે બ્યુટી ટ્રેન્ડનું ફોકસ પૉઇન્ટ ‘ક્રીએટિવિટી વિથ ટચ ઑફ સ્પાર્કલ’ છે. ચહેરાને સુંદર બનાવતી આંખોને વધુ સુંદર બનાવવા એક નહીં અનેક રંગોનો ઉપયોગ થઈ રહ્યો છે.’
કલરફુલ આઇલાઇનર
ADVERTISEMENT
સુંદર આંખોના આકારને ઉજાગર કરતા આઇલાઇનરમાં ટ્રેડિશનલ કાળા અથવા બ્રાઉન રંગથી આગળ વધીને અત્યારે ઇલેક્ટ્રિક બ્લુ, એમરલ્ડ ગ્રીન, નિયોન પિન્ક, લાઇલેક પર્પલ, નિયોન ગ્રીન, નિયોન યલો અને ગોલ્ડ કે સિલ્વરનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ બોલ્ડ આઇલાઇનર લુકમાં ફેસ્ટિવ ફનનો ઉમેરો કરે છે. ન્યુટ્રલ કે મેટાલિક આઇશૅડો સાથે વિંગ્ડ શેપમાં આ કલર આઇલાઇનર બહુ આકર્ષક લાગે છે. પાર્ટીમાં આઉટસ્ટૅન્ડિંગ અને વધુ બોલ્ડ લુક માટે બે કૉન્ટ્રાસ્ટિંગ કલર્સનાં ડબલ વિંગ્ડ લાઇનર્સ ફૅશનેબલ યંગ ગર્લ્સ ખાસ પસંદ કરે છે. મેકઅપ આર્ટિસ્ટ તરીકે પોતાની પ્રોફેશનલ ટિપ આપતાં ઝરણા બોરીચા કહે છે કે કલર આઇલાઇનર સાથે ગ્લિટર આઇલાઇનર ઍડ કરો, ફૅન્ટૅસ્ટિક સીમર ફેસ્ટિવ લુક મળી જશે.
મેટાલિક અને સીમર આઇશૅડો
દિવાળી લુક માટે ચમકતા સીમર અને મેટાલિક આઇશૅડો પર્ફેક્ટ છે એમ જણાવતાં ઝરણા બોરીચા કહે છે, ‘ગોલ્ડ, બ્રૉન્ઝ, કૉપર અને સિલ્વર મેટાલિક શેડ દિવાળીના ચમકતા વાતાવરણ સાથે એકદમ મેળ ખાય છે. રુબી, એમરલ્ડ અને સૅફાયર જ્વેલ સ્ટોન જેવા મેટાલિક શેડ પણ ટ્રેન્ડમાં છે. મેટાલિક સ્મોકી આઇઝ બહુ સરસ લાગે છે. ફુલ મેટાલિક આઇ લીડ કે ઇનર કૉર્નરમાં મેટાલિક શેડ આઇશૅડો કે મેટ સાથે મેટાલિક કૉમ્બિનેશન ગ્લૅમરસ લુક આપે છે.’
પ્રોફેશનલ ટિપ આપતાં ઝરણા બોરીચા કહે છે, ‘હંમેશાં મેટાલિક આઇશૅડો લગાવવા ભીના બ્રશનો ઉપયોગ કરો. એનાથી ઇન્ટેન્સ ફૉઇલ ફિનિશ મળશે.’
ફ્લફી આઇબ્રો અને લાંબી પાંપણ
અત્યારે મોટી બરાબર શેપની આઇબ્રો અને લાંબી પાંપણો ટ્રેન્ડિંગ છે. આઇબ્રોને પાતળી નહીં પણ થોડી થિક રાખવી અને જેલથી પ્રૉપર લુક આપવો. મોટી પાંપણો માટે મસ્કારાના બેથી ત્રણ કોટ લગાવવા અથવા ખોટી પાંપણો લગાવવી. ગ્લૅમરસ ફેસ્ટિવ લુક માટે કલર મસ્કારા અથવા સ્પાર્કલ મસ્કારા યુઝ કરવામાં આવે છે. એકદમ ફૅશનેબલ અને મૉડલ જેવા બોલ્ડ લુક માટે કલર્ડ ફૉલ્સ આઇલૅશનો ઉપયોગ પણ યંગ ગર્લ્સ કરે છે.