Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > દિવાળીના રૉયલ લુકમાં પર્પલ અને સોબર લુકમાં પેસ્ટલનો દબદબો

દિવાળીના રૉયલ લુકમાં પર્પલ અને સોબર લુકમાં પેસ્ટલનો દબદબો

Published : 01 November, 2024 04:30 PM | Modified : 01 November, 2024 05:11 PM | IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

દિવાળી કે નવા વર્ષની સોશ્યલ પાર્ટીમાં જવાનું હોય ત્યારે ટ્રેડિશનલ કૉસ્ચ્યુમ્સ જ બેસ્ટ રહે, પરંતુ આ વર્ષે ફૅશનવર્લ્ડમાં કયા રંગોની બોલબાલા છે એ પણ જાણી લો

પર્પલ રંગમાં રૉયલ લુક

પર્પલ રંગમાં રૉયલ લુક


દિવાળી રંગોનો તહેવાર છે અને ચારે બાજુ એક નહીં, અનેક રંગો ચમકતા જોવા મળે છે. દિવાળીમાં બ્રાઇટ અને વાઇબ્રન્ટ અને બોલ્ડ કલર હંમેશાં પસંદ કરવામાં આવે છે. આ રંગો બહુ જ સરસ રીતે અંતરમનની ખુશીઓ પ્રગટ કરે છે. બોરીવલી-વેસ્ટનાં ફૅશન-ડિઝાઇનર અને સ્ટાઇલિંગ એક્સપર્ટ રીના ધરોડ કહે છે, ‘આ વર્ષની દિવાળીના તહેવારોની મોસમમાં અને ત્યાર બાદ આવી રહેલી વેડિંગ સીઝનમાં જે રંગો ફૅશનમાં છે એમાંથી નંબર વન સ્ટેટમેન્ટ કલર તરીકે આંખે ઊડીને વળગશે પર્પલ કલર. પર્પલ વાઇબ્રન્ટ અને રૉયલ કલર છે અને અત્યારની તહેવારોની મોસમમાં અને આગળ આવી રહેલી વેડિંગ સીઝનમાં ઇન્ડિયન એથ્નિક અને ફ્યુઝન બન્ને પ્રકારનાં આઉટફિટ્સમાં પર્પલ કલર સૌથી ડૉમિનન્ટ દેખાશે.’


દિવાળીની મોસમમાં તહેવારોમાં પૂજામાં મોટા ભાગે આપણે કાળા રંગને અવૉઇડ કરીએ છીએ, પણ ડિઝાઇનરો કાળા રંગને બહુ સરસ રીતે યુઝ કરે છે. બ્લૅક કલર ન વાપરવો હોય તો રેઇન ફૉરેસ્ટ ડાર્ક ગ્રીન જેવો અર્થ કલર પણ બહુ સરસ લાગે છે. અત્યારે અર્થ કલર ખૂબ જ ફૅશનમાં છે. રસ્ટ સૉઇલ એટલે કે માટી જેવો રંગ પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.



કલર બ્લૉકિંગ


અત્યારે ‘કલર બ્લૉકિંગ’ સૌથી વધારે ફૅશનમાં છે એમ જણાવતાં નવા સ્ટાઇલ સ્ટેટમેન્ટ વિશે રીના ધરોડ કહે છે, ‘કલર બ્લૉકિંગ એટલે બે બોલ્ડ, વાઇબ્રન્ટ, કૉન્ટ્રાસ્ટિંગ કલરને એકસાથે એક જ આઉટફિટમાં યુઝ કરવા. બે કૉન્ટ્રાસ્ટ કલર મૅચિંગવાળો ડ્રેસ બધાનું ધ્યાન ખેંચે છે અને હાઉસપાર્ટી હોય કે દિવાલી ફંક્શન કે પૂજા દરેકમાં આઉટસ્ટૅન્ડિંગ લુક આપે છે. ઑરેન્જ અને પર્પલ, રાની અને ઑરેન્જ, બ્લુ અને પિન્ક, યલો અને પીકોક બ્લુ, પિન્ક અને યલો જેવા યુનિક મૅચિંગના ટ્રેડિશનલ અને ફ્યુઝન આઉટફિટ આંખે ઊડીને વળગે છે.

ક્લાસિક મૅચ


યલો અને પીકોક બ્લુ

ક્રીમ આઇવરી કલર અને ગોલ્ડનું મૅચિંગ આ ફેસ્ટિવલમાં અને આમ પણ હંમેશાં ક્લાસિક મૅચિંગ કહેવાય છે અને આ વર્ષે પણ એટલું જ હિટ છે. દિવાળીના તહેવારોની અત્યારની મોસમમાં પેસ્ટલ રંગોની પણ ખૂબ જ બોલબાલા છે. પેસ્ટલ રંગો એટલે લાઇટ કલર્સ. ડિઝાઇનિંગની ભાષામાં પેસ્ટલ રંગોને ફ્રેશ કલર્સ કૅટેગરી કહેવાય છે જે હંમેશાં ફ્રેશ અને યંગ લુક આપે છે. જે રંગોમાં ફ્રેશ ફીલ છે એ તમારા દેખાવમાં પણ આવે છે અને તમને વધુ યંગ અને બ્યુટીફુલ બનાવે છે. પીચ ફઝ, બર્મુડા કે મિન્ટ ગ્રીન, બ્લેઝિંગ ઑરેન્જ, લૅવન્ડર, પોલાર સ્કાય બ્લુ જેવા રંગો ખાસ પસંદ કરવામાં આવી રહ્યા છે.

પેસ્ટલ રંગોને નાજુક રંગો પણ કહેવામાં આવે છે. ડેલિકેટ લુક આપવા માટે પેસ્ટલ રંગનાં સીફોન, સિલ્ક, જ્યૉર્જેટ જેવાં ફૅબ્રિક ડિઝાઇનરો ખાસ યુઝ કરે છે. યંગ ગર્લ્સથી લઈને મિડલ એજ લેડી સુધી બધા પર આ રંગો ખીલે છે.

મિન્ટ ગ્રીન બનારસી સાડી 

હાલમાં કલર બ્લૉકિંગ ફૅશન અને પેસ્ટલ રંગોની સાથે-સાથે મેટાલિક કલર્સ અને સીમર ગ્લિટર લુકનો ઈવનિંગ દિવાળી પાર્ટીમાં દબદબો છે એમ જણાવતાં રીના ધરોડ કહે છે, ‘મોટા ભાગે સેલિબ્રિટીઝ સીમર સાડી અને બ્રા લેટ બ્લાઉઝ કે લેહંગા-ચોલીમાં દેખાઈ રહી છે. મેટાલિક કલર્સ હાલમાં સેલિબ્રિટીઝની પહેલી પસંદ છે અને એટલે જ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ ક્રીએટ કરવા માટે મેટાલિક કલર્સ વાપરવામાં આવે છે. ગોલ્ડ અને સિલ્વર સિવાય પણ કૉપર મરૂન, કૉપર બ્રોન્સ જેવા મેટાલિક કલર્સ ટોનના ટસર, ટિશ્યુ, સિલ્ક, સીક્વન્સ ફૅબ્રિક ખૂબ જ ફૅશનમાં છે. મેટાલિક ટોપે, ગોલ્ડ લીફ જેવા કલરો ઇન્ડિયન સ્કિનટોન પર બહુ જ સરસ ઊઠીને આવે છે.’

ફેસ્ટિવલ કલર્સ

હાલમાં ફેસ્ટિવલ કલર્સમાં બરગંડી, ફ્રેશ સ્કાય બ્લુ અને અડધી ચૉકલેટ બ્રાઉન પણ ખૂબ જ ડિમાન્ડમાં છે. વાઇન બરગંડી કલર એથ્નિક સાડી હોય કે લેંઘા-ચોલીમાં ખૂબ જ ખીલે છે. ખૂબ જ રૉયલ અને એલિગન્ટ લાગતા આ રંગ સાથે મોતીની જ્વેલરી કે કુંદનની જ્વેલરી કે ડાયમન્ડની જ્વેલરી શોભે છે. ફ્રેશ સ્કાય બ્લુ કલર લેંઘા-ચોલીમાં કે અનારકલીમાં કે કુર્તા સેટ પર બધામાં બહુ સરસ રીતે ખીલીને આવે છે અને એના પર સિલ્વર જરીના વર્ક સાથે સિલ્વર કે કુંદન ઝૂમખાં બહુ જ સુંદર દેખાવ આપે છે અને તમારા લુકને ફ્રેશ બનાવે છે. ચૉકલેટ બ્રાઉન કલર અત્યારે ક્લાસી લુક માટે ખૂબ જ ઇનથિંગ ગણાય છે. બ્રાઉન સાડી ગોલ્ડન બ્લાઉઝ સાથે પહેરવાથી એક ક્લાસિક લુક મળે છે.

પિન્ક સીક્વન્સ સાડી

સિલ્વર થ્રેડ એમ્બ્રૉઇડરી પણ હમણાં ફરી ફૅશનમાં સ્થાન જમાવી રહી છે. વાઇટ ગોલ્ડ કલર ટોનના ડ્રેસ પર બહુ સુપર્બ લુક આપે છે, જે ગોલ્ડ અને ડાયમન્ડની જ્વેલરી સાથે સુપર્બ મૅચિંગ ક્રીએટ કરે છે.

મેટાલિક સાડી

પર્ફેક્ટ લુક માટેની નાની પણ મહત્ત્વની સ્ટાઇલિંગ ટિપ્સ

  • સૌથી પહેલાં છે તમારા ડ્રેસ સાથે મેળ ખાતાં સ્ટેટમેન્ટ ઇઅર રિંગ્સ. વાઇટ કુંદન ઇઅર રિંગ્સ વર્સેટાઇલ પીસ છે જે લગભગ બધાં આઉટફિટ સાથે મૅચ થઈ જશે.
  • એક સરસ ગોલ્ડ કે સિલ્વર કે સફેદ કોલ્હાપુરી ચંપલ. આ ચંપલ તમારો કોઈ પણ રંગનો નવો ડ્રેસ જે ટ્રેડિશનલ હોય કે ફ્યુઝન બધા જ સાથે મૅચ થાય છે સાથે મેસી બન અને એને શણગારવા  માટે બસ એક નાનકડું સફેદ કે લાલ ગુલાબનું ફૂલ.
  • ડાયમન્ડની બિંદી અને લાઇટ મેકઅપ.
  • બંગડીઓનો શોખ હોય તો હાથમાં ઘણીબધી બંગડીઓ.
Whatsapp-channel Whatsapp-channel

01 November, 2024 05:11 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK