Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પરફ્યુમની બૉટલ પર લખેલાં શૉર્ટ ફૉર્મ્સને સમજી લો, ખરીદતી વખતે બહુ કામ આવશે

પરફ્યુમની બૉટલ પર લખેલાં શૉર્ટ ફૉર્મ્સને સમજી લો, ખરીદતી વખતે બહુ કામ આવશે

Published : 27 June, 2025 02:28 PM | Modified : 28 June, 2025 06:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૅશન, ઓળખ અને અંગત સ્વભાવ દર્શાવતાં પરફ્યુમના ઘણા પ્રકાર છે; પણ એમાં સૌથી ચર્ચિત EDT, EDP અને EDC જેવાં શૉર્ટ ફૉર્મ્સ શું દર્શાવે છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પર્સનાલિટીને એન્હૅન્સ કરતાં પરફ્યુમ વ્યક્તિના અંગત સ્વભાવને દર્શાવે છે. અઢળક સુગંધ અને ક્વૉલિટીવાળાં સેંકડો પરફ્યુમ માર્કેટમાં જોવા મળે છે, પણ જ્યારે આપણે એ ખરીદવા જઈએ છીએ ત્યારે એની બૉટલ પર EDT, EDP અને EDC લખેલું જોવા મળે છે. આ અંગ્રેજી અક્ષરો શું ઇન્ડિકેટ કરે છે અને એનાં ફુલ ફૉર્મ અને અર્થ શું થાય છે એ વિશે મોટા ભાગના લોકોને ખબર નહીં હોય, પણ જો એ સમજી જશો તો પરફ્યુમની પસંદગી કરવામાં બહુ જ મદદરૂપ સાબિત થશે.


EDT એટલે Eau de Toilette (ઓ દો ત્વાલેત), EDP એટલે Eau de Parfum (ઓ દો પરફ્યુમ) અને EDC એટલે Eau de Cologn (ઓ દો કોલોન). આ ત્રણેય પરફ્યુમના પ્રકાર છે અને નામ ફ્રેન્ચ ભાષાનાં છે. નોંધનીય છે કે પરફ્યુમ બનાવવાની કલા મુખ્યત્વે ફ્રાન્સથી શરૂ થઈ હતી અને અત્યારે આખી દુનિયામાં એની પૉપ્યુલારિટી છે. આ ત્રણેય પ્રકારનાં પરફ્યુમ એ દર્શાવે છે કે પરફ્યુમમાં ફ્રૅગ્રન્સ ઑઇલનું પ્રમાણ કેટલું છે. એનું પ્રમાણ જેટલું વધારે હશે એટલો લાંબો સમય સુધી એ ટકી રહેશે. 



EDT: EDT પરફ્યુમનો સૌથી સામાન્ય અને લોકપ્રિય પ્રકાર છે. એ લખાય ટૉઇલેટ છે, પણ બોલાય ત્વાલેત છે. અહીં ટૉઇલેટનો અર્થ સ્નાન પછી વપરાતી સુગંધ અથવા શૃંગાર માટેનું પાણી થાય છે. એમાં એસેન્શિયલ ઑઇલ એટલે કે સુગંધિત તેલનું પ્રમાણ પાંચ ટકાથી ૧૫ ટકા વચ્ચે હોવાથી એને લગાવ્યા બાદ ચારથી છ કલાક સુધી રહે છે અને એની સુગંધ રિફ્રેશિંગ અને હળવીફૂલ હોય છે. ડેઇલી યુઝ માટે આવા પ્રકારનાં પરફ્યુમ સારાં કહેવાય. એની ઇફેક્ટ લૉન્ગ-લાસ્ટિંગ હોવાથી ઑફિસ અને કૉલેજમાં જતા લોકો એનો ઉપયોગ કરી શકે.


EDP: EDT કરતાં પણ લાંબા સમય સુધી ટકે એવા પરફ્યુમનો પ્રકાર છે EDP. એમાં ફ્રૅગ્રન્સનું લેવલ ૧૫થી ૨૦ ટકા જેટલું હોવાથી એ સૌથી સ્ટ્રૉન્ગ પરફ્યુમ હોય છે. એની સુગંધ ૧૨ કલાક સુધી ટકી શકે છે. તેથી આવા પ્રકારનાં પરફ્યુમ ઇવેન્ટ્સ અને પાર્ટીમાં જવું હોય તો વાપરી શકાય છે. ઘણા લોકોને દિવસ દરમિયાન ફરી વાર પરફ્યુમ સ્પ્રે ન કરવું હોય અને આખો દિવસ ફ્રેશનેસ જાળવી રાખવી હોય એ લોકો આવાં પરફ્યુમની પસંદગી કરે છે.

EDC: જે પરફ્યુમની બૉટલમાં EDC લખ્યું હોય છે એવાં પરફ્યુમમાં ફ્રૅગ્રન્સનું પ્રમાણ બેથી પાંચ ટકા જ હોય છે, તેથી એની સુગંધ લાંબો સમય સુધી ટકતી નથી અને બહુ જલદી ઊડી જાય છે. આવાં પરફ્યુમને ઘડી-ઘડી લગાવવું પડે છે. અન્ય પરફ્યુમની સરખામણીમાં આ પરફ્યુમ સસ્તાં મળે છે પણ એની શુદ્ધતાનું સ્તર બહુ જ ઓછું હોય છે. જેમને ફક્ત ઓકેઝનલી પરફ્યુમ લગાવવાનું પસંદ હોય એ લોકો આ પ્રકારનાં પરફ્યુમ ‍ખરીદી શકે છે, પણ ડેઇલી યુઝ માટે EDT અને EDP આ બન્ને પ્રકારનાં પરફ્યુમને વાપરી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2025 06:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK