મનીષ મલ્હોત્રાની દિવાલી પાર્ટીમાં સૌથી યુનિક દેખાતી શ્લોકાએ ટ્રેડિશનલ અને કન્ટેમ્પરરી ફૅશન વચ્ચે પર્ફેક્ટ બૅલૅન્સ બનાવ્યું હતું અને યુવતીઓને ફેસ્ટિવલ વાઇબ્સ આપતા ફ્યુઝન વેઅર ગોલ્સ આપ્યા છે
ફ્યુઝન વેઅર ટ્રેન્ડી બની જ જાય છે
ફૅશન જગતમાં ટ્રેડિશનલ અને વેસ્ટર્ન વેઅરને મિક્સ કરીને ડિઝાઇન થતાં ફ્યુઝન વેઅર ટ્રેન્ડી બની જ જાય છે. એ માત્ર સ્ટાઇલ સ્ટેટમેન્ટ નથી પણ વ્યક્તિની ફૅશન સેન્સનું પ્રતિબિંબ પણ છે. વારતહેવારે જ્યારે ફૅશનને ફ્લૉન્ટ કરવાની તક મળે ત્યારે ફ્યુઝન વેઅર મહત્ત્વનું બની જાય છે ત્યારે તાજેતરમાં પ્રખ્યાત ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ હોસ્ટ કરેલી દિવાલી પાર્ટીમાં સિતારાઓનો મેળાવડો હતો ત્યારે અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણીએ ટિપિકલ ટ્રેડિશનલ સાડીને બદલે ભીડથી યુનિક અને એલિગન્ટ દેખાય એ માટે બનારસી સાડીનો પલાઝો અને ટૉપ પહેર્યાં હતાં. તેની આ ફૅશન સ્ટાઇલને ડીકોડ કરીએ અને આ રીતે યુવતીઓ કઈ રીતે ફ્યુઝન વેઅર સ્ટાઇલ કરી શકે એ જાણીએ.
લેટ્સ ડીકોડ
ADVERTISEMENT
શ્લોકા અંબાણીએ જે પલાઝો પહેર્યો હતો એ બનારસી સાડીના ફૅબ્રિકને રીયુઝ કે અપસાઇકલ કરીને બનાવેલો પલાઝો હતો. એટલે એ સાડીનું રિચ ટેક્સ્ચર અને જરી વેવ્સ સાથે એલિગન્ટ ટચ આપતો હતો. પ્લાઝો પૅન્ટને તેણે સ્લીવલેસ અને સ્ટ્રક્ચર્ડ બ્લાઉઝ સાથે સ્ટાઇલ કર્યું હતું. પલાઝો સાથે સ્લીવલેસ ટૉપનો આ લુક આધુનિક ટચ આપે છે. લાઇટ જ્વેલરી, ન્યુડ મેકઅપ અને લૂઝ વેવ્સવાળી હેરસટાઇલ હેવી ફૅબ્રિક સાથે બૅલૅન્સ બનાવીને લુકને ક્લાસી બનાવે છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
તહેવારોમાં ફ્યુઝન વેઅર તમારી ફૅશન સેન્સને કન્ટેમ્પરરી ફીલ આપે છે ત્યારે એ યુનિક અને એલિગન્ટ લાગે એ માટે અમુક મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ માટે તમારામાં આઉટફિટને બૅલૅન્સ કરવાની ટૅલન્ટ હોવી જોઈએ. જો ફૅબ્રિક હેવી હોય તો કટ અને સ્ટ્રક્ચર કટ ટૉપ રાખવું. હંમેશાં પૅન્ટ, લેહંગો કે પલાઝોની પસંદગી કરો ત્યારે એને થોડા સિમ્પલ રાખવા અને બ્લાઉઝ અથવા ટૉપ હેવી રાખવું. આ ઉપરાંત એક કરતાં વધુ ફૅબ્રિકનું ફ્યુઝન લુકને વધુ યુનિક અને સ્ટાઇલિશ બનાવે છે. ધારો કે બનારસી ફૅબ્રિક સાથે જ્યૉર્જેટ, સિલ્ક સાથે કૉટન કે લિનન, ચંદેરી સાથે સૅટિન આ બધાં જ ફૅબ્રિક કૉમ્બિનેશન ફેસ્ટિવ વાઇબ માટે જ બનેલાં છે એમ કહેવું ખોટું નથી. આઉટફિટ્સની સાથે ઍક્સેસરીઝ પણ મહત્ત્વની હોય છે. ફ્યુઝન લુકમાં ઍક્સેસરીઝ મિનિમલ જ રાખો. એક સ્ટેટમેન્ટ પીસ પૂરતો છે. મેકઅપ અને હેરસ્ટાઇલ પણ મિનિમલ રાખશો તો તમારો આઉટફિટ ઝળકશે. લૂઝ વેવ્સ અથવા લાઇટ કર્લ્સ સાથે ન્યુડ મેકઅપ લુકને વધુ કમ્પ્લીટ બનાવશે.
ફ્યુઝન વેઅરમાં યુનિક કૉમ્બિનેશન
બનારસી જમ્પ સૂટ સાથે ઑર્ગન્ઝા ફૅબ્રિકનું કેપ તમને સૌથી યુનિક અને હટકે લુક આપશે. આ ઉપરાંત ટિપિકલ ચણિયાચોળી પહેરવાને બદલે ક્રૉપ ટૉપ સાથે સ્કર્ટ અને એની સાથે કેપ પહેરશો તો ફ્રેશ લુકની સાથે એલિગન્ટ ટચ આપશે. લૉન્ગ કુરતા સાથે મેટાલિક બેલ્ટને સ્ટાઇલ કરવાથી ફ્યુઝન લુક મળી શકે છે. આ ઉપરાંત તમારી પાસે શરારા હોય તો એની સાથે સ્ટક્ચર્ડ બ્લેઝરનું કૉમ્બિનેશન તમારા લુકને થોડો અલગ અને નવો બનાવશે. જો તમે દિવાલી પાર્ટીમાં જવાના હો તો બ્રૉકેડ પલાઝો અને સીક્વન ટ્યુબ ટૉપ પાર્ટી નાઇટમાં બોલ્ડ અને ગ્લૅમરસ લુક આપશે. દિવાળી જેવા તહેવારોના અવસર પર ફ્યુઝન વેઅર દરેક યુવતીને અનોખો, મૉડર્ન અને એલિગન્ટ લુક આપવા માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. ફૅબ્રિક, ઍક્સેસરીઝ, કલર, હેરસ્ટાઇલ અને મેકઅપમાં યોગ્ય સંતુલન જાળવવાથી ફ્યુઝન લુક હંમેશાં યાદગાર અને પર્સનલાઇઝ્ડ બની રહે છે.

