Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સમર ફૅશનમાં દેખાશે પોલ્કા ડૉટ્સનો પાવર

સમર ફૅશનમાં દેખાશે પોલ્કા ડૉટ્સનો પાવર

Published : 14 April, 2026 05:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉનાળાની સ્ટાઇલમાં અત્યારે ‘કો-ઓર્ડ સેટ્સ’નો ક્રેઝ છે અને એમાં પણ પોલ્કા ડૉટ્સની એન્ટ્રીએ ફૅશનગેમ બદલી નાખી છે. અભિનેત્રી શર્વરી વાઘે તાજેતરમાં ક્લાસિક પ્રિન્ટને જે રીતે ડીકોડ કરી છે એ આ સીઝન માટે પર્ફેક્ટ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહી છે...

સમર ફૅશનમાં દેખાશે પોલ્કા ડૉટ્સનો પાવર

સમર ફૅશનમાં દેખાશે પોલ્કા ડૉટ્સનો પાવર


રેટ્રો ફૅશન ફરીથી ફૅશનમાં ઇનથિંગ બની રહી છે ત્યારે પોલ્કા ડૉટ્સ અત્યારે ટૉપ ટ્રેન્ડ બની રહ્યાં છે. ઉનાળાની ગરમીમાં જ્યારે આપણે કમ્ફર્ટ અને સ્ટાઇલ વચ્ચે કન્ફ્યુઝ હોઈએ ત્યારે કો-ઓર્ડ સેટ્સ એક પર્ફેક્ટ સૉલ્યુશન છે. બૉલીવુડની ઍક્ટ્રેસ શર્વરી વાઘે ક્લાસિક બ્લૅક ઍન્ડ વાઇટ પ્રિન્ટને જે મૉડર્ન ટ્વિસ્ટ સાથે કૅરી કરી છે એ સાબિત કરે છે કે ઓલ્ડ સ્કૂલ ફૅશન ક્યારેય આઉટ ઑફ ડેટ નથી થતી. જો તમે પણ આ સમર સીઝનમાં કંઈક કૂલ અને ક્લાસી ટ્રાય કરવા માગતા હો તો શર્વરીનો આ લુક તમારા માટે બેસ્ટ ઇન્સ્પિરેશન બની શકે છે.

શર્વરીએ પહેરેલા આ આઉટફિટમાં વિન્ટેજ લુકને ખૂબ જ કન્ટેમ્પરરી રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેણે હાઈ-વેસ્ટેડ ટ્રાઉઝર સાથે મૅચિંગ ઓપન શર્ટ પહેર્યું છે અને સાથે સફેદ કલરની બ્રાલેટ સાથે સ્ટાઇલ કરી છે, જેમાં મોટા પોલ્કા ડૉટ્સ હાઇલાઇટ થઈ રહ્યાં છે. એનું ફૅબ્રિક ઉનાળા માટે અનુકૂળ લાગે છે. શાર્પ કટ અને પર્ફેક્ટ ફિટિંગ આ સેટને કૅઝ્યુઅલ છતાં ફૉર્મલ લુક આપે છે. તેણે લુકને હેવી નથી બનાવ્યો. ન્યૂનતમ જ્વેલરી અને નૅચરલ મેકઅપ સાથે તેણે આખા આઉટફિટને સ્પીક ફૉર ઇટસેલ્ફ એટલે કે પોતે જ બોલે એવો રાખ્યો છે.

કેવી રીતે સ્ટાઇલ કરશો?
 પોલ્કા ડૉટ્સ ક્યારેય આઉટ ઑફ ફૅશન થતાં નથી, પણ જો તમારે આ ઉનાળામાં કંઈક હટકે કરવું હોય તો કલર પૅલેટની પસંદગી કરીને રિફ્રેશિંગ લુક મેળવી શકાય છે. બ્લૅક ઍન્ડ વાઇટ તો એવરગ્રીન છે જ, પણ ઉનાળામાં પેસ્ટલ કલર્સ જેવા કે પાઉડર બ્લુ, મિન્ટ ગ્રીન કે પીચ કલરના બેઝ પર વાઇટ પોલ્કા ડૉટ્સ ખૂબ જ રિફ્રેશિંગ લુક આપે છે.

 કો-ઓર્ડ સેટનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે એના ટૉપને ડેનિમ સાથે અથવા એના બૉટમને પ્લેન શર્ટ સાથે પણ પેર કરી શકો છો. જોકે ફુલ સેટ પહેરવાથી એક લિનિયર અને ઊંચાઈ દેખાડતો લુક મળે છે.

 પોલ્કા ડૉટ પોતે એક બોલ્ડ પ્રિન્ટ છે એટલે એની સાથે બહુ ભભકાદાર ઘરેણાં ટાળવાં જોઈએ. સિમ્પલ હૂપ્સ અથવા નાની ચેઇન પૂરતી છે. એક સ્ટાઇલિશ સનગ્લાસિસ આ લુકમાં ચાર ચાંદ લગાવી દેશે. ઉનાળામાં હેવી મેકઅપને બદલે નો-મેકઅપ લુક પસંદ કરો. શર્વરીની જેમ ન્યુડ લિપસ્ટિક અને મસ્કરા તમારા પોલ્કા ડૉટ્સ લુકને વધુ નૅચરલ બનાવશે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK